CAAના સમર્થનમાં યોજાયેલી વિશાળ જનસમર્થન રેલીમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી પ્રધાન જયંતીભાઈ કવાડિયા, માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓ તેમજ મોરબીની નાની મોટી સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ, વ્યાપારી સંગઠનો, સિરામિક એસોસિએશન, મોરબી કલોક એસોસિએશન સહિતની સંસ્થાઓ જોડાઈ હતી.
વિશાળ જનસમર્થન રેલીમાં તિરંગા ધ્વજ સાથે વિદ્યાર્થીઓ, આગેવાનો, યુવાનો સહિતના નગરજનો જોડાયા હતા અને રેલીમાં 'વંદે માતરમ અને ભારત માતા કી જય'ના નારા ગુંજ્યા હતા. વિશાળ જનસમર્થન રેલીને પગલે ટ્રાફિકના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, શનિવારે મોરબી જનસમર્થન રેલીમાં જોડાયેલા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનો સ્થાપના દિવસ છે, ત્યારે ગાંધીજીની ઈચ્છા અનુસાર કોંગ્રેસનું વિસર્જન કરી નાખવું જોઈએ. કોંગ્રેસ ભલે ભાજપ વિરોધ કાર્યક્રમ આપે પરંતુ, દેશ વિરોધી કાર્યક્રમો ના આપવા જોઈએ અને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કાયદા સમાજ વિરોધી ના હોય અને અન્ય દેશના નાગરિકોને નાગરિકતા આપવા માટે છે. કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નથી તેમ જણાવ્યું હતું.