- મોરબીમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ
- તમામ લોકો નિયમોનું પાલન કરે તેવી અપીલ
મોરબી: રાજ્ય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હોવાથી જાહેરનામાની અમલવારી માટે બુધવારે જિલ્લા SPએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
છૂટછાટ સિવાયની દુકાનો બંધ કરાવી, ગુરુવારથી કરાશે કાર્યવાહી
મોરબી જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો અને વેપાર ધંધા બંધ રાખવાનું જાહેરનામું અમલી બનાવ્યું હોવાથી જેને પગલે બુધવારે જિલ્લા SP એસ આર ઓડેદરાએ જાતે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. તેમની સાથે SOG PI જે એમ આલ સહિતની ટીમે માર્કેટમાં છૂટછાટ આપેલ સિવાયની ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી તેમજ તમામ લોકો નિયમોનું પાલન કરે તેવી અપીલ કરી હતી તેમજ ગુરુવારથી દુકાનો ખોલનાર સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું.