ETV Bharat / state

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી - બિન-હરીફ વિજેતા

મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ-પ્રમુખ માટે આજે બુધવારે ચૂંટણી યોજાઇ હતી. તેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ચંદુભાઇ શિહોરા અને ઉપપ્રમુખ તરીકે જાનકી કૈલાની નિમણુંક થઇ હતી.

મોરબીમાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી
મોરબીમાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી
author img

By

Published : Mar 17, 2021, 4:28 PM IST

  • પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત છે
  • મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચંદુભાઈ શિહોરાની વરણી
  • જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે જાનકીબેન કૈલાની નિમણુંક

મોરબી : જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે એક-એક જ ફોર્મ ભરવામાં આવેલા હતા. મોરબી જિલ્લા પંચાયતમાં હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની સાપકડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ચંદુભાઈ સિહોરાને પ્રમુખ અને મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર ઉપરથી ચૂંટાયેલા જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલા છે.

આ પણ વાંચો : બારડોલી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત છે
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી 14 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બનેલા છે. અને 10 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો વિજેતા બન્યા હતા. તેથી ભાજપની જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હોવાથી પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત હોવાથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે ગઇકાલે એક એક ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપમાંથી હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની સાપકડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ચંદુભાઈ સિહોરાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરેલ હતું અને ઉપપ્રમુખ માટે જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું.

મોરબીમાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે બિન-હરીફ વિજેતા જાહેર કરાયા

આજે બુધવારે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે DDO પરાગ ભગદેવ દ્વારા પ્રથમ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા માટે એક-એક જ ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું. તેથી પ્રમુખ તરીકે ચંદુભાઈ સિહોરા અને ઉપપ્રમુખ તરીકે જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાને બિન-હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારોબારીના ચેરમેન તરીકે જયંતિભાઈ પડસુંબિયા, શાસક પક્ષના નેતા તરીકે ઝાહરી અબ્બાસ, યુસુફભાઈ શેરસિયા અને દંડક તરીકે હીરાભાઈ ટમારિયાનું નામ જાહેર કરવામાં આવેલું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.