ETV Bharat / state

Morbi Crime : મોરબીના વેજીટેબલ રોડ પર બે પરિવાર બાખડ્યાં, સામસામી પોલીસ ફરિયાદ - Axe injured

મોરબીના વેજીટેબલ રોડ પર બે પરિવારો વચ્ચે બઘડાટી (Two Family Clash on Vegetable Road Morbi ) બોલી ગઇ હતી. નજીવી બાબતમાં બે મુસ્લિમ પરિવારો વચ્ચે ભીમસર જવાના રસ્તા પર બાખડ્યાં હતાં. બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો એવો માર મારવાની ફરિયાદનો બનાવ કવાડિયામાં બન્યો હતો.

Morbi Crime : મોરબીના વેજીટેબલ રોડ પર બે પરિવાર બાખડ્યાં, સામસામી પોલીસ ફરિયાદ

author img

By

Published : Jan 16, 2023, 5:30 PM IST

મોરબી મોરબી શહેરના વેજીટેબલ રોડ પર ભીમસર જવાના રસ્તા પાસે બે મુસ્લિમ પરિવારો વચ્ચે ભારે બોલાચાલી થઇ હતી. જે થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી. બંને પક્ષે સામસામે મારામારી કરવાની અને ધમકી આપ્યા અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એવો એક બનાવ કવાડિયામાં પણ નોંધાયો હતો.

ઝઘડાનું મૂળ ક્યાં હતું મોરબીના વેજીટેબલ રોડ પર બે પરિવારો વચ્ચે બઘડાટીના આ મામલામાં ઝઘડાનું મૂળ ક્યાં છે તે જોઇએ. મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા હનીફ હબીબ જામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હાજી સીદીક ખોળે અમારા વિષે ખોટી વાત કરો છો કહીને ફરિયાદીના ભાઈઓ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં આરોપીઓ હાજી સીદીક ખોળ, હાજરાબેન હાજી ખોળ, અસ્લમ હાજી ખોળ, શાહરૂખ હાજી ખોળ, અલ્તાફ હાજી ખોળ, હાજીનો સાલો રફીક, અનીશ હુશેન સંધી, રિયાજ ગુલામ જેડા, સાહિલ અસગર જેડા અને બીજા બે અજાણ્યા ઈસમો રહે બધા મોરબી વાળાએ હાથમાં કુહાડી, પાઈપ ધોકા સાથે આવીને ફરિયાદી હનીફને માર મારી ઈજા કરી હતી. તેમજ વલીમામદને કુહાડી મારીને ઈજા કરી હનીફભાઈ જામેે એકટીવામાં તોડફોડ કરી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો Morbi : વ્યાજખોરીના ભડકાને બાળવા પોલીસની જનસંપર્ક સભા, 18 નાગરિકોએ કરી રજૂઆત

સામા પક્ષની ફરિયાદ તો આ મામલાના સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે હાજરાબેન ખોળ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. તેમણે ફરિયાદ કરી છે કે આરોપીઓ વલીમામદ હબીબ જામ, સલીમ હબીબ જામ, હનીફ હબીબ જામ રહે બધા ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ મોરબી ૨ વાળાએ ફરિયાદી હાજરાબેનના ઘર પાસે આવી તેના પતિ હાજીભાઇ સાથે ગાળાગાળી કરી અને ઝપાઝપી કરી ઢીકા પાટું માર માર્યો હતો. આરોપી વલીમામદ હાજીભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી હાજરાબેન અને હવાબેન છૂટા પડાવવા વચ્ચે પડતા વલીમામદ નામના ઇસમે તેના હાથમાં રહેલ લાકડી વડે માર મારી ઈજા કરી હતી. મોરબી સિટી બી ડીવીઝન પોલીસ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવાઇ છે.

આ પણ વાંચો અંદરના માણસને ટીપ આપીને 29 લાખની લૂંટનો અંજામ આપ્યો, બધા પકડાઈ ગયા

કવાડિયામાં ગાળો આપવાની ના કહેતા સાત ઈસમો તૂટી પડ્યા હળવદ તાલુકાના કવાડિયા ગામમાં ઘરે પાસે કેટલાક ઈસમો એક વ્યક્તિને ગાળો આપતા હતાં જેથી મહિલાએ ગાળો આપવાની ના કહેતાં સાત જેટલા ઇસમોએ મારામારી કરી ધોકા,પાઈપ અને પથ્થર ઘા મારીને ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવાઇ છે.

ધોકા, પાઈપ અને પથ્થર વડે માર મારી ઈજા કરી હળવદના કવાડિયા ગામના રહેવાસી દૂધીબેન હનુભાઈ શિહોરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિશાલ ચારોલા તેના ઘરે પાસે વિનુભાઈ દેવીપીજકને ગાળો આપતા હતાં. જેથી ગાળો દેવાની દૂધીબેને ના પાડતા વિશાલ ચારોલાને સારું ન લાગતા દૂધીબેનને ગાળો આપી છૂટા પથ્થર મારી માથામાં ઈજા કરી હતી. આરોપી વિશાલ ચારોલા હાથમાં ધોકા અને પાઈપ લઈને આવી ઝઘડો કરી દૂધીબેનને માર મારી ઈજા કરી હતી તેમજ કિશનભાઈને આરોપી અજીત કોળીએ પાઈપ વડે માર મારી તેમજ અન્ય લોકો છોડાવવા વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ શરીરે માર મારી ઈજા કરી હતી. તેમજ આરોપી નીલેશ કોળી, અશ્વિન કોળી અને રમેશ કોળીએ છૂટા પથ્થર ઘા મારી ઈજા પહોંચાડી હતી.

હળવદ પોલીસે એકને ઝડપી પાડ્યો હળવદ પોલીસે દૂધીબેન શિહોરાની ફરિયાદને આધારે આરોપીઓ વિશાલ અરજણ ચારોલા, અમિત અરજણ ચારોલા, અરજણ શંકર ચારોલા, અજીત ઘનશ્યામ કોળી, નીલેશ મશરૂ કોળી, અશ્વિન તીકુભાઈ કોળી અને રમેશ રણછોડ કોળી રહે બધા કવાડિયા તા. હળવદવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી. જેમાં આરોપી અશ્વિન કોળીને ઝડપી લીધો હતો તો અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.