ETV Bharat / state

Morbi Crime : હળવદથી 1 કરોડથી વધુની કેમિકલની ભેળસેળવાળી વરીયાળીનો જથ્થો પકડાયો, યુપીના યુવકનું કારસ્તાન - ભેળસેળવાળી વરીયાળી

મુખવાસમાં ઘરઘરમાં ખવાતી વરીયાળીનો બૂકડો મારતાં બેવાર વિચાર આવે એવા આ સમાચાર મોરબીથી સામે આવ્યાં છે. હળવદની એક ફેક્ટરીમાંથી કેમિકલની ભેળસેળવાળી વરીયાળીનો મોટો જથ્થો પકડાયો છે. શંકાસ્પદ વરીયાળી બનાવતાં યુપીના યુવકની ધરપકડ પણ મોરબી પોલીસે કરી છે.

Morbi Crime : હળવદથી 1 કરોડથી વધુની કેમિકલની ભેળસેળવાળી વરીયાળીનો જથ્થો પકડાયો, યુપીના યુવકનું કારસ્તાન

author img

By

Published : May 17, 2023, 6:48 PM IST

મોરબી : મોરબી જિલ્લાના હળવદ નજીકની એક ફેકટરીમાંથી કેમિકલની ભેળસેળવાળી વરીયાળીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આશરે 1.12 કરોડ રુપિયાના બજાર મૂલ્યની આ વરીયાળી કેમિકલયુક્ત હોવાનું બહાર આવ્યું છે. હળવદમાં ભેળસેળવાળી વરીયાળીનો મોટો જથ્થો જે સ્વાસ્થ્યને નુકશાનકર્તા હોવાની માહિતી મોરબી પોલીસને મળી હતી. જેને પગલે મોરબી એલસીબી ટીમે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. જેમાં રૂપિયા 1.12 કરોડના વરીયાળીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • હળવદ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી કેમીકલયુકત પાવડરની ભેળસેળવાળી વરીયાળીનો જંગી જથ્થો કિ.રૂ.૧,૧૨,૮૨,૧૫૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @IGP_RajkotRange @akumarips pic.twitter.com/axS6RlkYfL

    — SP MORBI (@SPMorbi) May 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ક્યાં થતી હતી કેમિકલવાળી પ્રોસેસ : કેમિકલની ભેળસેળવાળી વરીયાળી પકડાવાને લઇને મળતી વિગત મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હળવદની અવધ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પ્લોટ નંબર 3 અને 4માં વંદન એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં માનવ સ્વાસ્થ્યને નુકશાનકારક બને તેવી કેમિકલયુક્ત પાવડરની ભેળસેળવાળી વરીયાળીનો જંગી જથ્થો હોવાની બાતમી મળતા મળી હતી.

દરોડો પાડ્યો : બાતમીના પગલે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડામાં કારખાનામાંથી આધાર બિલ વગર કેમિકલના પાવડરની ભેળસેળવાળી વરીયાળી અને સાદી વરીયાળીનો જથ્થો અને કેમિકલનો પાવડર મળ્યો હતો.મોરબી પોલીસે આ સાથે કાર્યવાહી કરતાં કેમિકલની ભેળસેળવાળી વરીયાળી જપ્ત કરી હતી.

આ શંકાસ્પદ જથ્થાની જાણ થતાં અમે અમારી ટીમ સાથે દરોડો પાડ્યો હતો. વરીયાળીનો જથ્થો ભેળસેળવાળો લાગતાં જપ્ત કર્યો હતો. તેને સીઝ કરી ફૂડ વિભાગને જાણ કરી અને લેબ ટેસ્ટ માટેના સેમ્પલ ગાંધીનગર મોકલી આપ્યાં છે... પીઆઈ ઢોલ, (મોરબી એલસીબી)

કેટલો મુદ્દામાલ જપ્ત થયો : 49,130 કિલોગ્રામ વરીયાળી જેની કિંમત 1,00,71,650, સાદી વરીયાળી 6400 કિલોગ્રામ કીમત રૂ 10,24,000 કેમિકલયુક્ત અલગ અલગ કલરનો પાવડર 3025 કિલોગ્રામ કીમત રૂ 1,81,500 અને એક મોબાઈલ કીમત 5000 મળીને કુલ રૂ 1,12,82,150ની કિમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેને મોરબી પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે લઈને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપી હતી.

યુપીના રહેવાસી આરોપીની ધરપકડ : મોરબી પોલીસએ મુદ્દામાલ સાથે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હિતેશ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલની ધરપકડ કરી હતી. આરોપી હાલ હળવદના વસંત પાર્ક સોસાયટીમાં રહે છે. આરોપીની પૂછપરછ સહિત વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલો આરોપી હિતેશ મુકેશજી પીશોરીલાલજી અગ્રવાલ છેલ્લાં બેએક વર્ષથી હળવદ વિસ્તારમાં કારખાનું અને ગોડાઉન ભાડે રાખી માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતો પાસેથી સસ્તા ભાવની વરીયાળી ખરીદી કરી લેતો હતો. આ વરીયાળીમાં કેમિકલ ભેળસેળવાળા પાવડરવાળી બનાવીને પેકિંગ કરી બહારના રાજ્યમાં ઊંચા ભાવે વેચતો હોવાનું બહાર આવ્યું છે.

એક્શનમાં ફૂડ વિભાગની ટીમ : મોરબી એલસીબી ટીમે કેમિકલની ભેળસેળવાળી વરીયાળીનો જથ્થો જપ્ત કરીનેે ફૂડ વિભાગને જાણ કરી હતી. જેથી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી એમ. એમ. છત્રોલા અને સી. કે. નિમાવતે સંદિગ્ધ વરિયાળીનો નમૂનો લીધો હતો અને વધુ પૃથક્કરણ માટે રવાના કર્યો હતો. તેની સાથે ભેળસેળ કરવામાં વપરાયેલા રંગના નમૂના પણ લેવામાં આવ્યાં છે જેની પણ તપાસ કરાશે. કેમિકલની ભેળસેળવાળી વરીયાળી અને રંગ એમ બંને નમૂનાઓના લેબ ટેસ્ટ પરિણામ આવશે તે બાદ આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું છે.

  1. ઊંઝા માંથી 32 બોરી શંકાસ્પદ વરિયાળીના સેમ્પલ લેવાયા
  2. મહેસાણાના ઊંઝા મકતુપુર ગામેથી હાનિકારક વરિયાળીનું રેકેટ ઝડપાયું
  3. ઊંઝામાં નકલી વરિયાળીનું રેકેટ ઝડપાયું, 14 લાખનો મુદ્દામાલ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.