ETV Bharat / state

એક મહિના સુધી સિરામિક ઉદ્યોગ રહેશે બંધ, જાણો શા માટે... - Ceramic materials

મોરબીની સિરામીક ફેક્ટરીઓમાં(Morbi Ceramic Factory ) મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં ધમધમતી ફેક્ટરીઓમાં 10 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે સિરામિક એકમો એક માસ મેન્ટેનન્સ માટે બંધ રહેતા જ હોય છે. જોકે પ્રથમ વખત સિરામિક એસો કક્ષાએ નિર્ણય કરીને 800 જેટલી ફેકટરીઓ બંધ રાખવા નિર્ણય કરાયો છે.

એક મહિના સુધી સિરામિક ઉદ્યોગ રહેશે બંધ, જાણો શા માટે...

author img

By

Published : Jul 20, 2022, 1:20 PM IST

મોરબી: શહેરમાં સીરામીક એકમોમાં મીની વેકેશન જાહેર કરવામાં (Vacation at Morbi Ceramic Factory)આવ્યું છે. મોરબી ઔદ્યોગિક નગરીમાં મુખ્ય રોજગારી સિરામિક એકમો દ્વારા આપવામાં (Morbi Ceramic Factory )આવે છે. મોરબીમાં 24 કલાક ધમધમતી સિરામિક ફેકટરીઓ ઓગસ્ટ માસની 10 તારીખથી એક માસ સુધી બંધ રહેશે જે અંગે સિરામિક એસોશિએસનના પ્રમુખો દ્વારા બેઠક કરી માહિતી આપવામાં આવી હતી અને ક્યાં કારણોસર ફેકટરીઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તે અંગે જણાવ્યું હતું.

મોરબી સિરામિક ઉદ્યોગ

ડીમાંડ અને સપ્લાયની ચેઈન તૂટી - મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે દેશમાં ટાઈલ્સનું 95 ટકા ઉત્પાદન(ceramic industry vacations)માત્ર મોરબીમાં થાય છે જ્યાં 800 ફેકટરીઓ આવેલ છે. આગામી બે વર્ષમાં નવી 200 ફેકટરીઓ આવી શકે છે હાલ ડોમેસ્ટિક ડીમાંડમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમજ એક્સપોર્ટમાં પણ ઘટાડો થવાથી લીક્વીડીટી સહિતના પ્રશ્નો આવતા હોવાથી ઉદ્યોગકારો સાથે જનરલ મીટીંગ યોજીને સર્વસંમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી એક મહિનો એટલે કે 10 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Morbi Ceramics : રશિયા યુક્રેન યુદ્ધના કારણે મોરબી સિરામિકને મોટો ફટકો

સ્ટોક ક્લીયર થતા એકમોને રાહત મળશે - પ્રમુખ વિનોદ ભાડજાએ જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગની મંદીને ધ્યાને લઈને ડીવીઝન વાઈઝ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં વેકેશન રાખવા નિર્ણય કરવા સર્વે ઉદ્યોગપતિ સહમત થયા હતા. કોરોના સમયે દોઢ માસ ફેકટરીઓ બંધ રહી હતી. હવે સપ્લાય ચેઈન નિયમિત થતા ઉદ્યોગને ફાયદો થયો હતો હાલ 25 થી 30 ટકા વધુ પ્રોડક્શન હોવાથી માંગ અને સપ્લાય ચેન ખોરવાઈ છે. એક માસ બંધ રાખવાથી સિરામિક ઉદ્યોગને 10 ટકા જેટલો ફાયદો થશે તેમજ ઉદ્યોગને ગેસ સપ્લાય કરતી ગુજરાત ગેસ કંપનીને પણ મેન્ટેનન્સ માટે સમય મળી રહેશે ગેસ કંપનીએ પણ સહમતી દર્શાવી હોવાનું જણાવ્યું હતું.

એક માસના વેકેશનથી માંગ અને સપ્લાઈ નિયમિત થશે - ફેકટરીઓ બંધ થતા શ્રમિકોની રોજગારી સહિતના મુદે એસો પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં શ્રમિકો પોતાના વતનમાં ખેતી માટે જતા જ હોય છે. જેથી મજુરની શોર્ટેજ આ સિઝનમાં રહેતી હોય છે. તેમજ હાલ કન્ટેનર ભાડામાં વધારો પણ થયો છે એટલું જ નહિ ડોમેસ્ટિક માર્કેટમાં દીમંસ અને સપ્લાય રેશિયો અનિયમિત જોવા મળે છે જેથી એક માસ વેકેશન રાખવાથી ડીમાંડ અને સપ્લાય ચેન નિયમિત થશે જેથી ઓવર સ્ટોક અને ઓવર સપ્લાય ઉપરાંત લીક્વીડીટીનો પ્રશ્ન ઉકેલાઈ જશે.

આ પણ વાંચોઃ Power cut in Morbi : મોરબીના ઔદ્યોગિક એકમોમાં વીજ પુરવઠામાં કાપ, જાણો શું છે પ્રતિક્રિયા

800 જેટલી ફેકટરીઓ બંધ રાખવા નિર્ણય લેવાયો - ઉલ્લેખનીય છે કે દર વર્ષે સિરામિક એકમો એક માસ મેન્ટેનન્સ માટે બંધ રહેતા જ હોય છે. જોકે પ્રથમ વખત સિરામિક એસો કક્ષાએ નિર્ણય કરીને એસો સાથે જોડાયેલી તમામ 800 જેટલી ફેકટરીઓ બંધ રાખવા નિર્ણય કરાયો છે અને દર વર્ષે એક માસનું વેકેશન રાખવાના નિર્ણયની શરૂઆત કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.