ETV Bharat / state

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ મોંઘો પડ્યો - મોરબી સમાચાર

મોરબીમાં ઉદ્યોગકારો ગુજરાત ગેસના (propane gas and LPG Gas) ભાવને લઈને નારાજ જોવા મળી રહ્યા છે. જેને લઈને મોરબી સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસને બદલે પ્રોપેન અને LPG ગેસ તરફ વળ્યાં છે. (Morbi Ceramic Industrialists Gujarat Gas)

મોરબીમાં સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ મોંઘો પડ્યો

author img

By

Published : Jan 12, 2023, 9:23 PM IST

સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસને બદલે પ્રોપેન અને LPG ગેસ તરફ વળ્યાં

મોરબી : મોરબીમાં હાલ સિરામિક ઉદ્યોગકારો ગુજરાત ગેસને બદલે પ્રોપેન અને LPG ગેસ તરફ વળ્યાં છે. જેથી ગુજરાત ગેસની મોનોપોલી તોડવામાં સિરામિક ઉધોગ સફળ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. વધતા જતા ગેસના ભાવને લઈને પ્રોપેન ગેસનો વપરાશ સર કરવામાં આવ્યો છે. જે સિરામિક ઉધોગને સસ્તો પણ પડે છે અને સ્ટોરેજ પણ થઇ શકે તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે.

70 લાખ ક્યુબીક મીટર ગુજરાત ગેસનો વપરાશ હતો મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલીયાએ જણાવ્યું હતું કે, અત્યારે બે પ્રકારના ગેસનો ઉપયોગ કરે છે. પ્રથમ ગુજરાત ગેસ દ્વારા સપ્લાય થતો ગેસ સિરામિક ઉદ્યોગમાં વપરાશ કરવામાં આવતો હતો, પરતું છેલ્લા વર્ષોમાં સતત વધતા જતા ભાવને લઈને સિરામિક ઉદ્યોગકારો પરેશાન થયા હતા. જેને લઈને એ સમયે સિરામિક ઉદ્યોગકારો દૈનિક 70 લાખ ક્યુબિક મીટરનો હતો. સમયાંતરે ગુજરાત ગેસના ભાવ વધ્યા અને તેની સામે પ્રોપેન તેમજ LPGનો વિકલ્પ મળ્યો.

આ પણ વાંચો મોરબી સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થયો, વૈશ્વિક સ્તરે 1400 કરોડનું એક્સપોર્ટ

16 લાખ ક્યુબિક મીટર ગેસનો વપરાશ વધુમાં સિરામીક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલીયાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત તેનો ભાવ ગુજરાત ગેસની સરખામણીમાં 15થી 20 રૂપિયા ઓછો હતો. જેથી તમામ ઉદ્યોગકાર પ્રોપેન તેમજ LPG તરફ વળી ગયા. અત્યારે હાલ ગુજરાત ગેસનો વપરાશ 16 લાખ ક્યુબિક મીટર છે જે એક સમયે 70 લાખનો હતો. એટલે ઉદ્યોગકારને જે પરવડે તેવા પ્રોપેન તેમજ LPGનો ઉપયોગ કરે છે. હાલમાં ભાવના નજીવું અંતર તેમના ઉદ્યોગમાં ગેસ વ્યવસાયનો પ્રાણ છે. તેઓ જે રો-મટીરીયલનો ઉપયોગ કરે છે. પ્રોડક્શન કોસ્ટ આવે છે તેમાં ગેસ મહત્વનો ભાગ ભજવે છે.

આ પણ વાંચો ડ્યુટી ફ્રી ગોલ્ડની અછતના કારણે ડાયમંડ જ્વેલરી ક્ષેત્રમાં નિરાશા

LPG અને નેચરલ ગેસના ભાવમાં અંતર 30 ટકાની આસપાસ તેની કોસ્ટીન્ગ આવે છે. હાલ ગુજરાત ગેસના ભાવ જો પ્રોપેન અને LPG કરતા થોડા સસ્તા થાય તો ઉદ્યોગકારો તેનો પણ ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત પ્રોપેન, LPG અને નેચરલ ગેસના ભાવમાં નજીવું અંતર તેવું હરેશ બોપલીયાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ એકલા હાથે ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે. જોકે વીતેલા વર્ષમાં ગેસના ભાવોમાં થયેલા સતત વધારાથી ઉદ્યોગને પડતર ખર્ચ વધી જતા સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.