ETV Bharat / state

મોરબી હોસ્પિટલના દૂધરેજીયા પાસેથી સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ છીનવાયો, જાણો કોણ બન્યા નવા સુપરિન્ટેન્ડન્ટ - દૂધરેજીયા પાસેથી સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ છીનવાયો

સૌકોઇને હચમચાવનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ( Morbi Bridge Collapse )એ હાહાકાર મચાવ્યો હતો. આ સમયે મોરબી હોસ્પિટલના રંગરોગાન સહિતની સજાવવાની કામગીરીની ખૂબ જ ટીકાઓ થઇ છે. ત્યારે સમાચાર સામે આવ્યાં છે કે મોરબી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ( Superintendent of Morbi Hospital ) ડોક્ટર પ્રદીપ દૂધરેજીયા પાસેથી ચાર્જ ( Dr Doodharejia Charge Taken away ) લઇ લેવામાં આવ્યો છે.

મોરબી હોસ્પિટલના દૂધરેજીયા પાસેથી સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ છીનવાયો, જાણો કોણ બન્યા નવા સુપરિન્ટેન્ડન્ટ

author img

By

Published : Nov 4, 2022, 7:21 PM IST

ગાંધીનગર મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના ( Morbi Bridge Collapse ) એ અનેક માનવી જિંદગીને પળવારમાં જ લાશોના ઢેર બનાવી દીધી હતી. આ માનવસર્જિત હત્યાકાંડ બાદ વહીવટી તંત્રએ સમયસર પહોંચવાની પણ તસદી નહોતી લીધી, લોકોએ પણ તંત્રના ભરોસે બેસી રહેવાને બદલે અપના હાથ જગન્નાથ સમજી જાતે જ રેસ્ક્યુ સહિતના કામ આરંભી દીધા હતાં. આવા સમયે મોરબી હોસ્પિટલમાં રંગરોગાનની તસવીરોએ ભારે ટીકાઓ જગાવી હતી. જેને લઇને મોરબી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ( Superintendent of Morbi Hospital ) ડોક્ટર પ્રદીપ દૂધરેજીયા પાસેથી ચાર્જ લઇ લેવામાં ( Dr Doodharejia Charge Taken away ) આવ્યો છે.

પીએમ મોદીને સારુ બતાડવા કર્યાં હતાં રંગરોગાન મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ( Morbi Bridge Collapse )ના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોની મુલાકાતે પીએમ મોદી આવવાના હતાં.ત્યારે ગત મંગળવારે PM મોદી જે વોર્ડની મુલાકાત લેવાના હતાં એ વોર્ડનું કલરકામ કરી દેવાયું, બેડશીટ બદલી લેવાઇ અને અત્યાર સુધી જે કુલરમાં પાણી નહોતા આવતાં તે કુલરમાં પીવાના પાણી આવવા લાગ્યા એ ચમત્કાર લોકોની નજરમાંથી છાના નથી રહ્યા. હોસ્પિટલ તંત્રની ખુલ્લી રીતે સત્ય છૂપાવવાની હરકત અનેક સવાલો જગાવનારી બની રહી હતી. જેને પગલે હવે મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ ( Superintendent of Morbi Hospital ) ડો.પ્રદીપ દૂધરેજીયા પાસેથી ચાર્જ ( Dr Doodharejia Charge Taken away ) લઇ લેવામાં આવ્યો છે અને તેમના બદલે મોરબી મેડિકલ કોલેજના ડીન ડો. નીરજ બિસ્વાસને ચાર્જ આપવામાં આવ્યો છે.

દૂધરેજીયા લાંબા સમયથી સુપરિન્ટેન્ડન્ટ હતાં નોંધનીય છે કે ડો.પ્રદીપ દૂધરેજીયા પાસે મોરબી સિવિલ હોસ્પિટલનો સુપરિન્ટેન્ડન્ટ ( Superintendent of Morbi Hospital ) પદનો ચાર્જ લાંબા સમયથી હતો. ત્યારે પીએમ મોદીની સિવિલ મુલાકાતને લઈને સિવિલમાં રંગરોગાન અને ખાટલા, ગાદલાં સહિતની વસ્તુઓ બહારથી મંગાવીને રૂડી રુપાળી દેખાડવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. જેને પગલે તેમની પાસેથી મોરબી સિવિલ હોસ્પિટલનો ચાર્જ લઈ ( Dr Doodharejia Charge Taken away ) મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ બિશ્વાસને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.