ETV Bharat / state

Morbi Bridge Collapse: મોરબી પુલ દુર્ઘટનામાં આજે પ્રથમ સુનાવણી હાથ ધરાઈ, તમામ આરોપીને ચાર્જશીટની કોપી આપી - આગામી સુનાવણી 1 ફેબ્રુઆરીએ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે આજે પ્રથમ સુનાવણી હાથ ધરાઈ હતી. તમામ આરોપીને ચાર્જશીટની એક એક નકલ આપવામા આવી હતી. કેસની વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

મોરબી
મોરબી
author img

By

Published : Jan 30, 2023, 9:50 PM IST

મોરબી: મોરબીવાસીઓ ક્યારેય ભૂલી ના સકે તેવી ગોઝારી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022ના રોજ સર્જાઈ હતી. દિવાળીની રજાઓમાં મોરબીની એતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલની મજા લોકો માણી રહ્યા હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા હતા. જે દુર્ઘટના મામલે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જેમાં આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યું હતું.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે આજે પ્રથમ સુનાવણી હાથ ધરાઈ

તમામ આરોપીને ચાર્જશીટની નકલ અપાઈ: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે આજે પ્રથમ સુનાવણી હાથ ધરાઈ હતી. તાજેતરમાં પોલીસે કોર્ટમાં 1262 પાનાંની ચાર્જશીટ રજુ કરી હતી. જે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યા બાદ તમામ આરોપીને ચાર્જશીટની એક એક નકલ આપવામા આવી હતી. કેસની વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

આગામી સુનાવણી 1 ફેબ્રુઆરીએ: ઝૂલતો પુલ દુર્ઘટનાની એફઆઈઆરમાં ઓરેવા ગ્રુપના એમડીનું નામ દાખલ કરવામાં આવ્યું ના હતું અને કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ તેમાં જયસુખ પટેલને ભાગેડુ આરોપી દર્શાવ્યા છે. જેઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે જેની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીએ થશે. ત્યારે જયસુખ પટેલના આગોતરા જામીન મંજુર થાય છે કે પછી જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો: મોરબી ઝૂલતા પુલ હોનારતને લઇ જામનગરના પરિવારનો ચોંકાવનારો દાવો

જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ: જે કેસની તપાસમાં ઝુલતા પુલનું સંચાલન કરતી ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ રહે મોરબી વાળા વિરુદ્ધ તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળી આવતા તેમના સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ કરાવતા મળી ના આવતાં જેથી નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજ્બનું વોરંટ મેળવ્યું છે તેમજ અટકાયત કરેલ નવ આરોપીઓ અને પકડવાના એક આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Junior Clerk Exam Paper Leak: પેપરલીક કાંડનો મુખ્ય સૂત્રધાર જીત નાયક ઝડપાયો, 5 લાખમાં કર્યો હતો પેપરનો સોદો

135 લોકોના દુર્ધટનામાં મોત: મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ પોલીસે ગુનો ઓરેવા ગૃપના મેનેજર સહીત નવ આરોપીને ઝડપી લીધા હતા અને ગુના અંગે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું તો ચાર્જશીટ રજુ થયા બાદ આજે પ્રથમ સુનાવણી મોરબીની કોર્ટમાં થઇ હતી. જેમાં તમામ નવ આરોપીને હાજર રાખવામાં આવ્યા હતા અને તમામ આરોપીને ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવી હતી અને હવે વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.