મોરબી: શહેરમાં પુલ તૂટી પડતા 140 થી વધુ લોકોને જિંદગી હોમાય છે ત્યારે મોરબીના રહેશોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે (morbi bridge collaps)આજરોજ સમગ્ર મોરબી બંધ નું એલાન કરવામાં આવ્યું હતું શહેરની તમામ દુકાનો બંધ જોવા મળી રહી હતી જોકે મોરબીવાસીઓ સમગ્ર ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સતત અને સખત સ્મશાન જેવી શાંતિ વચ્ચે જીવતા લોકોમાં ક્યાંક રોષ છે તો ક્યાંક સિસ્ટમ સામે આક્રોશ છે. એકબાજું દુઃખ છે તો બીજી તરફ કંપની સામે કાયદેસરના પગલાં લેવાય એવી માંગ છે. આવી સ્થિતિ વચ્ચે સ્થાનિકો યોગ્ય પગલાં લેવાય એવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
કંપની અને તંત્ર વચ્ચે મિલી ભગત: Etv ભારત દ્વારા મોરબીના શહેરીજનોના ઓપિનિયન લેવામાં આવ્યા છે, સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક કંપની અને તંત્ર વચ્ચે મિલી ભગત હોવાનું ખૂલ્યું છે. મોરબીના રહેવાસી જણાવી રહ્યા છે કે, "માત્ર 15 રૂપિયાની ટિકિટ માટે કંપનીએ મોટો જુગાર ખેલ્યો છે અને જુલતા પુલની કેપેસિટી ઓછી હોવા છતાં પણ વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો છે જેના કારણે આ ઘટના બની છે"
રહીશો માં આક્રોશ: તો બીજી બાજુ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે અને સમગ્ર ઘટના મામલે કાંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. ત્યારે મોરબીના રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યો છે અને જણાવી રહ્યા છે કે, "મૃતકોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચારી છે.