મોરબીઃ પાટીદાર રત્ન એવા સ્વ. ઓ. આર. પટેલની આજે 11મી પુણ્યતિથિ મોરબીમાં ઉજવાઈ હતી. આ પુણ્યતિથિની ઉજવણીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો. આ બ્લડ ડોનેશનમાં 20,000થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ કલેકશનના બે વર્લ્ડ રોકોર્ડ્સ પણ બન્યા હતા.
27 સ્થળોએ કેમ્પઃ મોરબી ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ 27 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્થળે કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. મોરબીમાં 7000 યુનિટ બ્લડ એકત્ર થયું જ્યારે મોરબી સિવાય સૌરાષ્ટ્રમાં 13,000 યુનિટથી વધુ બ્લ્ડ એકત્ર થયું હતું. આમ સમગ્ર આયોજનમાં કુલ 20,000 કરતા વધુ યુનિટ બ્લ્ડ એકત્ર થતા વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા સંસ્થાએ આયોજકોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.
પાટીદાર રત્ન સ્વ. ઓ. આર. પટેલની 11મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં મોરબી ઉપરાંત 27 સ્થળો પર બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ અત્યંત સફળ રહ્યો હતો. જેમાં પાટીદાર ઉપરાંત અન્ય સમાજના નાગરિકોએ ભાગ લીધો હતો...એ.કે. પટેલ(અગ્રણી, પાટીદાર સમાજ, મોરબી)
મોરબીમાં ૭૦૦૦થી વધુ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ ૨૦,૦૦૦ થી વધુ બોટલ રક્તની એકત્ર કરવામાં આવી હતી જેને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. સંસ્થાએ આયોજકોને બે વર્લ્ડ રકોર્ડના પ્રમાણપત્ર એનાયત કર્યા છે. જેમાં એક રેકોર્ડ લોંગેસ્ટ બ્લડ ડોનેશન રીલે ચેન (મલ્ટીપલ વેન્યૂ) અને બીજો રેકોર્ડ લોંગેસ્ટ બ્લડ ડોનેશન રીલે ચેન (સિંગલ વેન્યુ)નો સમાવેશ થાય છે...પાવન સોલંકી(પ્રમુખ, વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા)