જિલ્લા સમાહર્તા આર.જે.માંકડિયાએ પત્રકારોને સંબોધતા અને જાહેર જનતાને અપિલ કરતા જણાવ્યું હતું કે, 12 જૂનથી 24 કલાક માટે લોકોને સાવધાન રહેવા સૂચના અપાઈ હતી. આથી આવા સમયે ઇલેક્ટ્રિકના થાંભલા કે ઇલેક્ટ્રિકની હેવી લાઈન, વૃક્ષો, નાના-મોટા હોર્ડિંગો, જર્જરિત મકાનો નીચે આશરો ન લેવા કહ્યું હતું. તો વધુમાં કહ્જયું હતું કે જરુરી કામ વગર ઘરની બહાર ન નીકળવા. નદીના પટમાં અવર જવર ન કરવા અને નદીકાંઠે રહેતા લોકોએ કાંઠા પરથી દૂર જતા રહેવા સુચના આપી હતી.આપત્તિના સમયે મોરબી ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવા જણાવાયું હતું.
તેમણે કહ્યું કે,મોરબી જિલ્લાના કુલ 348 ગામો પૈકી 39 ગામો અને તેના 5953 નાગરિકોને વાવાઝોડાની સંભવિત અસર થઈ શકે છે. આ માટે 48 શાળાઓ અને 5 અન્ય આશ્રયસ્થાનો જેવા કે કોમ્યુનીટી હોલ અને જ્ઞાતિ-સમાજની વાડીઓ સહિત કુલ 53 આશ્રય સ્થાનો સરકારી તંત્રે અંકે કરી લીધા છે. આવા આશ્રયસ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે PGVCL સતર્ક છે. નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ 160 માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. 4000 જેટલા માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે તેમજ NDRFની એક ટુકડી મોરબીને ફાળવી દેવામાં આવી છે