જે સામાન્ય સભાના રજુ થયેલ 13 એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી અને એજન્ડા પૈકીનો 6 નંબર એજન્ડા જેમાં રામપર (પાડાબેકર) અને મહેન્દ્રનગર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થયેલ હોય, જે અંગે સુપરસીડ કરવા વિકાસ કમિશ્નર પાસે મામલો મોકલવામાં આવ્યો છે.
સાથે જ ગત સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને શિક્ષણ સમિતિની રચનાને બહાલી ન આપવામાં આવી હોય જેથી તે એજન્ડા પણ આજે સામાન્ય સભામાં લેવાયો હતો. અને બંને સમિતિને બહાલી આપી દેવામાં આવી છે. જેમાં સદસ્ય હરદેવસિંહ જાડેજાએ સિંચાઈ સમિતિમાંથી રાજીનામું આપી શિક્ષણ સમિતિમાં સદસ્ય બન્યા છે.