મોરબીમાં મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ
- જિલ્લા પંચાયત કચેરી ખાતે લોકાપર્ણ કરાયું
- 10 મોબાઈલ વાહનો જિલ્લાને ફાળવાશે
- 100 ગામોમાં પશુઓના આરોગ્ય લક્ષી સેવાઓ માટે નિઃશુલ્ક સારવાર મળશે
- ટોલ ફ્રી નંબર 1962 માં ફોન કરવાથી સેવાઓ મળશે
મોરબીઃ ગુજરાત સરકાર દ્વારા 10 ગામો દીઠ 1 મોબાઈલ પશુ દવાખાના યોજના અન્વયે મોરબી જિલ્લામાં 10 મોબાઈલ વાહનો મળનાર છે. જેમાં ત્રણ તબક્કામાં કુલ 10 વાહનોની ફાળવણી થશે. જે યોજના અંતર્ગત મોબાઈલ પશુ દવાખાનાનું જિલ્લા પંચાયત કચેરી મોરબી ખાતે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
જિલ્લાના 100 ગામોમાં પશુઓના આરોગ્ય લક્ષી સેવાઓ માટે નિઃશુલ્ક સારવાર મળી રહેશે. લોકાપર્ણ પ્રસંગે અધિક કલેક્ટર કેતન જોષી, ડીડીઓ પરાગ ભગદેવ અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. પશુપાલકોના પશુઓ બીમાર થાય ત્યારે હવે ટોલ ફ્રી નંબર 1962 માં ફોન કરવાથી સેવાઓ મળી રહેશે. અંદાજીત 1.10 લાખ પશુઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. જિલ્લાને કુલ 10 વાહનો ફાળવાશે, જેમાં પ્રથમ તબક્કામાં બે વાહન મળ્યાં છે, જયારે બીજા તબક્કામાં ચાર અને ત્રીજા તબક્કામાં પણ ચાર વાહનો ફાળવવામાં આવશે.