ETV Bharat / state

મોરબીમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઓફિસનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- કોરોના કાળમાં ટ્રાન્સપોટર્સે આપ્યું યોગદાન - મોરબી સિરામિક ઉદ્યોગ

મોરબી જિલ્લામાં રાજ્યપ્રધાન વાસણ આહીરના (Minister of State Vasan Ahir) હસ્તે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Truck Transport Association)ની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈ (Rajasthan MLA Biharilal Bishnoi) સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્યપ્રધાને કોરોના કાળમાં ટ્રાન્સપોટર્સે આપેલા યોગદાનને પણ બિરદાવ્યું હતું.

મોરબીમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઓફિસનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- કોરોના કાળમાં ટ્રાન્સપોટર્સે આપ્યું યોગદાન

author img

By

Published : Aug 28, 2021, 11:46 AM IST

  • મોરબીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Truck Transport Association)ની ઓફિસનું કરાયું ઉદ્ધાટન
  • રાજ્ય પ્રધાન વાસણ આહીર (Minister of State Vasan Ahir)ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
  • રાજ્ય પ્રધાને કોરોના કાળમાં ટ્રાન્સપોટર્સે આપેલા યોગદાનને બિરદાવ્યું
  • ઉદ્ઘાટન સમારોહમાં રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈ (Rajasthan MLA Biharilal Bishnoi) પણ રહ્યા ઉપસ્થિત

મોરબીઃ જિલ્લામાં રાજ્યપ્રધાન વાસણ આહીરે (Minister of State Vasan Ahir) ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની (Truck Transport Association) નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમની સાથે આ સમારોહમાં રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈ (Rajasthan MLA Biharilal Bishnoi) સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની (Gujarat Truck Transport Association) કારોબારી પણ યોજાઈ હતી, જેમાં રાજ્યપ્રધાન વાસણ આહીરે (Minister of State Vasan Ahir) જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં ટ્રાન્સપોટર્સે પણ દવાથી લઈને વિવિધ જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા યોગદાન આપ્યું હોય. તેમની આ કામગીરીને બિરદાવવા માટે કારોબારીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો.

રાજ્ય પ્રધાને કોરોના કાળમાં ટ્રાન્સપોટર્સે આપેલા યોગદાનને બિરદાવ્યું

આ પણ વાંચો- 72માં વન મહોત્સવ અંતર્ગત મુખ્યપ્રધાન રૂપાણીએ કલગામ ખાતે મારુતિનંદન વનનું કર્યું ઉદ્ઘાટન

રાજસ્થાનનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય મોરબીના સિરામિકના કારણે વિકસ્યો

આ ઉપરાંત હાલમાં જ કેન્દ્ર સરકાર નવી સ્ક્રેપ પોલિસી લાવી છે. તેના રાજ્યપ્રધાને વખાણ કર્યા હતા. આ સાથે જ પ્રદૂષણ રોકવા સરકાર ચિંતા કરતી હોવાનું અને યોગ્ય પગલાં ભરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો- સ્કૂલ ઓફ કોમર્સમાં કૌટીલ્ય મ્યુઝિયમ ઓફ એકાઉન્ટન્સીનું શિક્ષણપ્રધાને કર્યું ઉદ્ઘાટન

રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલે મોરબી સિરામિક ઉદ્યોગના કર્યા વખાણ

અહીં ઉપસ્થિત રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે વર્ષો સુધી જોડાયેલા રહેલા પ્રધાન વાસણ આહીરને ગુજરાત સરકારમાં સ્થાન અપાયું છે. તેમણે ટ્રાન્સપોર્ટ વ્યવસાયના વિકાસ માટે સાર્થક કદમો ઉઠાવ્યાં છે. આ સાથે જ ધારાસભ્યએ મોરબી સિરામિક ઉદ્યોગના (Morbi ceramic industry) વખાણ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનથી રો-મટિરિયલ્સ આવતા હોવાથી તેનું ટ્રાન્સપોર્ટશન મોટા પાયે થાય છે, જેના કારણ રાજસ્થાનનો ટ્રાન્સપોર્ટ વ્યવસાય વધુ વિકસ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.