વાંકાનેર (મોરબી): વાંકાનેર તાલુકાના જીવાપર નજીક સરકારી જમીનમાંથી રૂપિયા 12.28 લાખની ખાણ-ખનીજ વિભાગની મંજૂરી વિના ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાઇ (Mineral theft from government land) હતી. આ મામલે રોયલ્ટી ઇન્સ્પેકટરે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી (Mineral theft exposed in Wankaner) હતી. બીન અધીકૃત ખનન કરતા મશીનને કબજે કરવામાં આવ્યું હતું અને ભુસ્તરશાસ્ત્રીની ક્ષેત્રીય ટીમને કબ્જો સોંપવામાં આવ્યો (Mineral theft in Wankaner) હતો.
ફરિયાદ નોંધાઈ: મોરબી ભુસ્તરશાસ્ત્રીની કચેરીમાં કાર્યરત રોયલ્ટી ઇન્સ્પેકટર રવીભાઇ કિશોરભાઇ કણસાગરાએ આરોપી વેલાભાઇ નારણભાઇ સાટીયા તથા તપાસમાં જે નામ ખુલે તે તમામ વિરુદ્ધ ખનીજ ચોરી કરવા મામલે ફરિયાદ દાખલ કરતાં જણાવ્યુ હતું કે,વાંકાનેરના મામલતદાર દ્રારા તારીખ 22/07/22ના રોજ મોજે જીવાપર નેશ લુણસરના સર્વે નં. 783/1 પૈકી સરકારી પડતર વિસ્તારમા ફાયર ક્લે ખનીજનુ બીન અધીકૃત ખનન કરતા એસ્કેવેટર મશીનની અટક કરવામાં આવી હતી અને ભુસ્તરશાત્રીની ક્ષેત્રીય ટીમને કબ્જો સોપવામાં આવ્યો હતો. જે અનુસાર કચેરીના રેકર્ડ મુજબ ચકાસણી કરતા કોઇ કવોરી લીઝ કે પરમીટ આપવામા આવી ન હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો હનુમાન ચાલીસા વગાડતા બે સમુદાયો વચ્ચે મામલો બિચક્યો, તલવારો દેખાડનારા સામે ફરિયાદ
ખનીજનુ બિન અધિકૃત ખનન: જેથી આરોપી વેલાભાઇ દ્રારા એસ્કેવેટર મશીનથી બિન અધીકૃત રીતે ફાયર કલે ખનીજનુ ખનન કરેલ હોવાનુ ફલીત થયું હતું. જેથી એસ્કેવેટર મશીનને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન-વાંકાનેર ખાતે કસ્ટડીમા રાખવામા આવ્યા હતા તેમજ મામલતદાર-વાંકાનેર દ્રારા ભુસ્તરશાત્રીની ક્ષેત્રીય ટીમને મશીન દ્રારા બિન અધિકૃત રીતે કરવામા આવેલ ફાયર કલે ખનીજના ખોદકામ વાળો વિસ્તાર બતાવવામાં આવ્યો હતો. જેની માપણી સર્વેયર દ્રારા મામલતદારની હાજરીમાં કરવામાં આવી હતી. જે માપણી અનુસાર કુલ 3778.89 મેટ્રિક ટન ફાયર કલે ખનીજનુ બિન અધિકૃત ખનન થયું હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો સિટી બસમાંથી ઉતરતો યુવક પટકાતા વ્હિલ ફરી વળ્યું, કિડની પણ ડેમેજ
12 લાખથી વધુની ખનીજ ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ: વાહન મુક્ત કરવાની એસ્કેવેટર મશીનની કમ્પાઉન્ડ ફીની રકમ 2 લાખ તથા 3778.89 મેટ્રિક ટનના પ્રતિ મેટ્રિક ટન લેખે રૂપિયા રૂ.225 ના 21% તથા પર્યાવરણીય નુકશાની વળતરની રકમ મળી કુલ રૂ.12,28,804ની ખનીજ ચોરી કરી હોવાનું જાહેર કર્યું હતું. જેથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો લવજેહાદની ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનો દ્વારા જન આક્રોશ
અત્રે ઉલેખનીય છે કે, આરોપીને દંડની રકમ ભરવા માટેનો નિયમ મુજબ સમય આપવામાં આવ્યો હતો જો કે, આરોપીએ દંડની રકમ ભરેલ નથી જેથી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આઈ.પી.સી. કલમ 379 તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-2017 ના નિયમો તેમજ એમ.એમ.આર.ડી. એક્ટ-1957 ની કલમ-4(1) અને 4(1-એ) તથા 21 ની પેટા કલમ-1 થી 6 તથા જી.એમ.એમ.સી.આર.-2017 ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.