ETV Bharat / state

ગેસની સમસ્યા અંગે સિરામિક એસોસિએશનની ઉર્જાપ્રધાન સાથે બેઠક - Gujarat

મોરબીઃ સિરામિક ઉદ્યોગને છેલ્લા સપ્તાહથી ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકસાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે, ત્યારે આ મામલે તાજેતરમાં મોરબી પધારેલા ઉર્જા પ્રધાન સાથે સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ બેઠક યોજી હતી અને ઉર્જા પ્રધાનને પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી છે.

MRB
author img

By

Published : Apr 14, 2019, 1:26 PM IST

રાજ્યના ઉર્જા પ્રધાન અને મોરબી જિલ્લા પ્રભારી પ્રધાન સૌરભભાઈ પટેલની મોરબી મુલાકાત દરમિયાન સિરામિક એસોસિએશન હોલ ખાતે સિરામિક એસોસિએસનના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા, કિરીટભાઈ પટેલ અને નીલેશભાઈ જેતપરિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓએ ઉર્જાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને ગેસના ધાંધિયાથી ઉદ્યોગને થઇ રહેલા નુકસાનથી અવગત કરવામાં આવ્યા હતા.

જે મામલે GSPC સાથે ઉર્જા પ્રધાને વાતચીત કરી હોય અને પ્રેશર ડ્રોપની સમસ્યાના સમાધાન માટે ગાળા નજીકથી નવી લાઈનો નાખવાની શરૂ કરી દેવામાં આવી છે અને પ્રેશર ડ્રોપનો પ્રશ્ન ટૂંકસમયમાં ઉકેલાઈ જશે તેવી ખાતરી મળતા એસોસિએશનના હોદ્દેદારોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગેસનો વપરાશ 3 ગણો વધ્યો, ભાવઘટાડાની રજૂઆત

મોરબીના સિરામિક એકમો દ્વારા પ્રતિદિન 22 લાખ ક્યુબીક મીટરનો વપરાશ હોવાથી તેમજ કોલગેસ પ્રતિબંધ બાદ 500થી વધુ ફેક્ટરીઓ નેચરલ ગેસનો વપરાશ કરશે. જેથી આગામી દિવસોમાં ગેસનો વપરાશ પ્રતિદિન 65 લાખ ક્યુબીક મીટર જેટલો થશે. જેથી સિરામિક એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ગુજરાત ગેસ કંપનીને ભાવઘટાડો કરવા પણ રજૂઆત કરી છે. ગેસના ભાવમાં રાહત મળવાથી સિરામિક ઉદ્યોગને વેગ મળશે તેમ પણ જણાવ્યું છે.

R_GJ_MRB_01_14APR_CERAMIC_GAS_MANTRI_MULAKAT_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_14APR_CERAMIC_GAS_MANTRI_MULAKAT_SCRIPT_AV_RAVI

ગેસની સમસ્યા અંગે સિરામિક એસોના હોદેદારોની ઉર્જામંત્રી સાથે બેઠક

ઉર્જા મંત્રીએ પ્રશ્નના ઉકેલની ખાતરી આપી

        મોરબીના સિરામિક ઉદ્યોગને છેલ્લા સપ્તાહથી ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે અને ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે ત્યારે આ મામલે તાજેતરમાં મોરબી પધારેલા ઉર્જા મંત્રી સાથે સિરામિક એસોના હોદેદારોએ બેઠક યોજી હતી અને ઉર્જા મંત્રીએ પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી છે

        રાજ્યના ઉર્જા મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલની મોરબી મુલાકાત દરમિયાન સિરામિક એસો હોલ ખાતે સિરામિક એસોના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા, કિરીટભાઈ પટેલ અને નીલેશભાઈ જેતપરિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓએ ઉર્જામંત્રી સાથે મુલાકાત કરી હતી અને ગેસના ધાંધિયાથી ઉદ્યોગને થઇ રહેલા નુકશાનથી અવગત કરવામાં આવ્યા હતા જે મામલે જીએસપીસી સાથે ઉર્જામંત્રીએ મસલતો કરી હોય અને પ્રેશર ડ્રોપની સમસ્યાના સમાધાન માટે ગાળા નજીકથી નવી લાઈનો નાખવાની શરૂ કરી દેવામાં આવી છે અને પ્રેશર ડ્રોપનો પ્રશ્ન જલ્દીથી ઉકેલાઈ જશે તેવી ખાતરી મળતા એસોસીએશનના હોદેદારોએ રાહતનો શ્વાસ લીધો છે

ગેસનો વપરાશ ત્રણ ગણો વધ્યો, ભાવઘટાડાની રજૂઆત 

        મોરબીના સિરામિક એકમો દ્વારા પ્રતિદિન ૨૨ લાખ ક્યુબીક મીટરનો વપરાશ હોય તેમજ કોલગેસ પ્રતિબંધ બાદ ૫૦૦ થી વધુ ફેકટરીઓ નેચરલ ગેસનો વપરાશ કરશે જેથી આગામી દિવસોમાં ગેસનો વપરાશ પ્રતિ દિન ૬૫ લાખ ક્યુબીક મીટર જેટલો થશે જેથી સીરમીક એસોના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના હોદેદારોએ ગુજરાત ગેસ કંપનીને ભાવઘટાડો કરવા પણ રજૂઆત કરી છે ગેસના ભાવમાં રાહત મળવાથી સિરામિક ઉદ્યોગને વેગ મળશે તેમ પણ જણાવ્યું છે 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.