ETV Bharat / state

Reunited with family: વેરાવળમાં અસ્‍થ‍િર મગજના યુવકની સારવાર, મધ્યપ્રદેશના પરિવાર સાથે પુનઃમિલન - વેરાવળ

મધ્યપ્રદેશના ગરીબ પરિવારના ગુમ થયેલા 25 વર્ષીય અસ્‍થ‍િર મગજના યુવકનું (Mentally challenged youth in Veraval) પરિવાર સાથે મિલન કરાવી તેના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વેરાવળમાં કાર્યરત નિરાધારનો આધાર આશ્રમે પોલીસની મદદ લઇને માનવતાની સેવાની મિસાલ કાયમ કરી છે.

Reunited with family: વેરાવળમાં અસ્‍થ‍િર મગજના યુવકની સારવાર, મધ્યપ્રદેશના પરિવાર સાથે પુનઃમિલન

author img

By

Published : Jun 11, 2021, 3:25 PM IST

  • વેરાવળમાં આશ્રમમાં યુવકને અપાયો 5 માસ સુધી આશરો
  • માનસિક રોગની સારવાર અપાવી સ્વસ્થ બનાવાયો
  • Madhya Pradeshમાં રહેતા પરિવારની વિગતો જાણી પોલીસની મદદથી મિલન કરાવ્‍યું

    વેરાવળ: વેરાવળમાં ડારી ટોલ પ્લાઝા નજીક આવેલ નિરાધારનો આધાર આશ્રમના સંચાલકો દ્વારા રસ્તા પર રખડતા અસ્થિર મગજ ધરાવતા બિનવારસી વ્યક્તિઓને સાચવી પરિવારની જેમ સારસંભાળ રાખી તેમના વાલી-વારસની શોધખોળ કરી પરિવાર સાથે મિલન કરાવવાનું અનેરૂ કાર્ય કરે છે. હાલ આ આશ્રમમાં 70 જેટલા વ્‍યકિત આશ્રય લઇ રહ્યા છે. આ આશ્રમમાં પાંચેક માસ પૂર્વે રખડતા ભટકતા રાજકુમાર નામના વ્યકિતને લઇ આવી આશ્રય આપવામાં આવ્યો હતો. તે સમયેે તેની માનસિક સ્થિતિ ખરાબ (mentally challenged youth) હોવાથી આશ્રમ દ્વારા તેની સારસંભાળ કરવાની સાથે સારવાર કરાવી હતી. થોડા સમય બાદ રાજકુમાર થોડો સ્‍વસ્‍થ થઇ ગયા બાદ તેની પાસેથી તેની ઓળખ માટે કોશિશ કરતાં તેણે ઘરનું સરનામું મઘ્‍યપ્રદેશના સાગર જિલ્‍લાના મગર્ધા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.

    આ પણ વાંચોઃ વેરાવળમાં 108 એમ્બ્યુલન્સ જેવી સેવા આપશે ઓટો એમ્બ્યુલન્સ

મધ્યપ્રદેશના સાગર જિલ્લાની પોલીસની મદદ મળી

આશ્રમના સંચાલકોએ મઘ્‍યપ્રદેશના સાગર જિલ્‍લાની પોલીસનો સંપર્ક કરી રાજકુમારે જણાવેલી માહિતી આપી હતી. તેના આધારે પરિવારનો સંપર્ક કરાવી આાપવા મદદ માગી હતી. જે વિગતના આધારે સાગર જિલ્‍લા પોલીસે રાજકુમારના પરિવારનો પતો લગાવી આાશ્રમના સંચાલકો સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. ત્‍યારબાદ રાજકુમારનો પરિવાર ગરીબ હોવાથી અહી આાવવા માટે તેમના ગામના સરપંચ અને લોકોની મદદથી વેરાવળ (Veraval) આશ્રમ ખાતે લેવા આવી પહોચ્‍યાં હતાં. ત્‍યારબાદ આ પરિવારની પરિસ્‍થ‍િતિને જાણી આશ્રમ દ્રારા જ રાજકુમારને પરિવાર સાથે પરત તેના વતન ગામ જવા માટે મદદ સાથે વ્‍યવસ્‍થા કરી આપવામાં આવી હતી. આ રીતે વેરાવળના નિરાધારનો આધાર આશ્રમે માનવતા માટે કરેલા સેવાકીય કામથી એક ગરીબ પરિવારનું તેમના ગુમ થયેલા પુત્ર સાથે મિલન (Reunited with family) થતાં પરિવારજનોમાં હરખનાં આંસુ વહેવા લાગ્યાં હતાં.

આ પણ વાંચોઃ વેરાવળમાં સામાજિક સંસ્થાએ એક પણ રૂપિયાનો ફાળો ઉઘરાવ્યા વગર જરૂરિયાતમંદ 25 દીકરીઓના લગ્ન કરાવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.