- મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવામાં આવતા 30 ગામોને લાભ મળશે
- ખેડૂતોની રજૂઆતને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
- ખેડૂતોને પાણી છોડવાથી રવી પાકોમાં ફાયદો
મોરબીઃ વાંકાનેરનો મચ્છુ-1 ડેમ (Machhu-1 Dam )છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઈ વિભાગ(Gujarat Irrigation Department ) દ્વારા ખેડૂતોને રવીપાક(Winter crops of Gujarat) માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.
મચ્છુ-1 ડેમ ગત ચોમાસામાં સંપૂર્ણપણે ભરાઈ ગયો
મચ્છુ-1 ડેમ ગત(Machhu-1 Dam ) ચોમાસામાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. દરમિયાન મચ્છુ-1 ડેમ હેઠળના ખેડૂતોએ રવીપાક (Winter crops of Gujarat)માટે આ ડેમમાંથી પાણી આપવામાંની માંગ કરી હતી. આ માંગણીને ધ્યાને લઈને તાજેતરમાં યોજાયેલી મચ્છુ-1 ડેમ સિંચાઈ સલાહકાર સમિતિની મીટીંગમાં મચ્છુ-1 ડેમ સિંચાઈ યોજના હેઠળના આશરે 3 હજાર હેકટર વિસ્તારમાં રવિ સિઝન માટે 6 પાણ માટે મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને મચ્છુ નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે.
પાણી રવિ સિઝન માટે છોડવામાં આવશે
આ ડેમની કુલ પાણીની ઉંડાઈ 49 ફૂટની સામે 48.20 ફૂટ પાણી છે. કમાન્ડ વિસ્તારમાં પિયતની માંગણીને ધ્યાને લઈને પીવાના પાણીના જથ્થાને અનામત રાખી આશરે 90 થી 100 દિવસ સુધી 1200 એમસીએફટી પાણી રવીપાક માટે છોડવામાં આવશે અને આ પાણીનો રવીપાક માટે વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 સહિત 30 ગામના ખેડૂતોને લાભ મળશે.
આ પણ વાંચોઃ Suicide in surat: બંધ રૂમમાંથી મળી આવી પુરુષ અને મહિલાની લાશ, આધારકાર્ડથી થઈ ઓળખ
આ પણ વાંચોઃ Gujarat Vibrant Festival 2022 : 14 કંપનીઓ સાથે કરાય MOU, કુલ 38 કરોડના MOU થયા