ETV Bharat / state

મોરબીના શહેરમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસ કર્મીઓ પર જ કર્યો હુમલો

મોરબી: જિલ્લામાં આવેલા ટંકારા પંથકમાં બુટલેગરો બેફામ બની ગયા છે. તેનુ જીવંત ઉદાહરણ બુધવારે રાત્રીના જોવા મળ્યું હતું. જ્યાં દારૂની હેરફેર અંગેની બાતમી મળ્યા બાદ ટંકારા પોલીસના જવાનો રેડ કરવા ગયા હતા. ત્યારે અચાનક બુટલેગરોએ એકસંપ થઇને હથિયારો વડે હુમલો કરી દેતા 5 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જેને પગલે તમામ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા. તો બનાવ બાદ પોલીસ વિભાગ ટીમ હરકતમાં આવી હતી. પોલીસ પર હુમલો કરનાર 2 આરોપીને ઝડપી લેવાયા હતા.

બુટલેગરો બન્યા બેફામ,પોલીસ કર્મીઓ પર કર્યો હુમલો
author img

By

Published : Jul 19, 2019, 4:45 AM IST

ટંકારાના જોધપર ઝાલા ગામે બુટલેગર દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો હતા. આ દારૂનો જથ્થો એક મકાનમાં રાખ્યો હોવાની બાતમીને પગલે ટંકારા પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી. જોકે પોલીસની ટીમ દારૂનો મુદામાલ જપ્ત કરી તેમજ પ્રોહીબીશન કેસ ન કરી શકે, તે માટે બુટલેગરોએ ધોકા, પાઈપ જેવા હથિયારોથી હુમલો કરી દીધો હતો.

બુટલેગરો બન્યા બેફામ,પોલીસ કર્મીઓ પર કર્યો હુમલો

તો આ બનાવમાં ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા 5 પોલીસ કર્મચારીઓને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તો બનાવ અંગેની જાણ થતા જિલ્લા SP ડૉ. કરનરાજ વાઘેલા, DYSP બન્નો જોષી તેમજ LCB, SOG અને ટંકારા પોલીસની ટીમો જોધપર ઝાલા ગામે પહોંચી હતી. જો કે હુમલા બાદ બુટલેગરો નાસી ગયા હતા.

પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં ઝડપાયેલ આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અગાઉ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન વેચાણના ગુન્હામાં તથા વિદેશી દારૂ વેચાણ અને હેરફેરના ગુન્હામાં પકડાયા હતા. તો આ ગુુન્હાનો મુખ્ય આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ ટીમ પર હુમલાના અન્ય આરોપીઓ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ટીમ પર હુમલાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Intro:R_GJ_MRB_07_18JUL_POLICE_HUMLO_AAROPI_BITE_01_PKG_RAVI
R_GJ_MRB_07_18JUL_POLICE_HUMLO_AAROPI_BITE_02_PKG_RAVI
R_GJ_MRB_07_18JUL_POLICE_HUMLO_AAROPI_VISUAL_01_PKG_RAVI
R_GJ_MRB_07_18JUL_POLICE_HUMLO_AAROPI_VISUAL_02_PKG_RAVI
R_GJ_MRB_07_18JUL_POLICE_HUMLO_AAROPI_SCRIPT_PKG_RAVI
Body:એન્કર :
         ટંકારા પંથકમાં બુટલેગરો બેફામ બની ગયા છે તેનું જીવંત ઉદાહરણ બુધવારે રાત્રીના જોવા મળ્યું હતું જ્યાં દારૂની બાતમી બાદ ટંકારા પોલીસના જવાનો રેડ કરવા ગયા હતા ત્યારે બુટલેગરોએ એકસંપ કરીને હથિયારો વડે હુમલો કરી દેતા પાંચ પોલીસ કર્મીઓને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડ્યા છે તો બનાવ બાદ પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને પોલીસ પર હુમલો કરનાર બે આરોપીને ઝડપી લેવાયા છે તો આવો જોઈએ કેમ ટંકારા પોલીસની ટીમ પર કરવામાં આવ્યો હુમલો અને શું છે સમગ્ર બનાવ આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં....
વીઓ : ૧
ટંકારાના જોધપર ઝાલા ગામે બુટલેગર દ્વારા દારૂનો જથ્થો મંગાવ્યો હોય અને આ દારૂનો જથ્થો એક મકાનમાં રાખ્યો હોવાની બાતમીને પગલે ટંકારા પોલીસની ટીમ રેડ કરવા પહોંચી હતી જોકે પોલીસની ટીમ દારૂનો મુદામાલ જપ્ત કરી તેમજ પ્રોહીબીશન કેસ ના કરી સકે તે માટે બુટલેગરોએ ધોકા, પાઈપ જેવા હથિયારોથી હુમલો કરી દીધો હતો જે બનાવમાં ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિક્રમભાઈ લાભુભાઈ ફૂગસીયા, મહમદ ઉસ્માન કાદરબક્ષ બલોચ, રવિભાઈ ધીરૂભાઈ કીડિયા, પ્રવીણભાઈ છગનભાઈ મેવા અને રમેશ ચતુરભાઈ ચાવડા પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે તો બનાવની જાણ થતા જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોષી તેમજ એલસીબી, એસઓજી અને ટંકારા પોલીસની ટીમો જોધપર ઝાલા ગામે પહોંચી હતી જોકે હુમલા બાદ બુટલેગરો નાસી ગયા હતા
બાઈટ ૧ : ડો. કરનરાજ વાઘેલા – મોરબી જીલ્લા પોલીસવડા
વીઓ : ૨
         જે બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિક્રમભાઈ લાભુભાઈ ફૂગસીયાએ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલાએ જોધપર ઝાલા ગામે અમરૂ જીવણ કોળીના મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખેલ હોય તેવી બાતમીને પગલે ટીમ રેડ કરવા ગઈ હોય ત્યારે આરોપીઓ જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા, પ્રદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા, કુલદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા, શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા, જસમત સોંડાભાઈ કોળી, અમૃત ઉર્ફે અમરૂ જીવણભાઈ કોળી, જયપાલસિંહના બા તથા અન્ય ત્રણ-ચાર અજાણ્યા ઈસમો પોલીસ આરોપીના ઘરે પ્રોહીબીશનની રેડ ના કરે અને મુદામાલ કબજે ના કરે અને કેસ ના થાય તે માટે એકસંપ કરી લાકડાના ધોકા, લાકડી, પાઈપ અને પથ્થરો વડે પોલીસની ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાના ઈરાદે હથિયારોથી જીવલેણ ઈજા કરી ફેકચર કરી હોવાનું જણાવ્યું છે જે ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અને પ્રદીપસિંહ પ્રવીણસિંહ ઝાલા રહે બંને જોધપર ઝાલા તા. ટંકારા વાળાને ઝડપી લીધા છે જયારે અન્ય આરોપીની શોધખોળ ચલાવી છે
બાઈટ ૨ : ડો. કરનરાજ વાઘેલા – મોરબી જીલ્લા પોલીસવડા
વીઓ : ૩
         પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં ઝડપાયેલ આરોપી જયપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા અગાઉ ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન વેચાણના ગુન્હામાં તથા ઇન્ગ્લીધ દારૂ વેચાણ અને હેરફેરના ગુન્હામાં પકડાયેલ છે મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધા છે જોકે પોલીસ ટીમ પર હુમલાના અન્ય આરોપીઓ ફરાર છે જેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ ટીમ પર હુમલાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે તો હવે પોલીસ પર હુમલો કરનાર આરોપીને ઝડપી લેવા વિવિધ ટીમો દોડધામ કરી રહી છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.