ETV Bharat / state

મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં વેસ્ટ પેપરની અછત, તૈયાર કાગળના ભાવ વધવાની શક્યતા - morby industries

કાચા કાગળ અને રો-મટીરીયલ્સની અછતના પગલે તેમાં ભાવ વધારો આવ્યો છે. જેના કારણે શહેરનો પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં કેટલીક પેપર મિલો દ્વારા વેસ્ટ પેપરની અછતના કારણે ઉત્પાદન બંધ કરવાની પરિસ્થિતિ આવી છે. તો બીજી તરફ વેસ્ટ પેપરના ભાવોમાં આવેલા તોતિંગ વધારાના પગલે તૈયાર કાગળના ભાવોમાં પણ વધારો આવશે.

મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં વેસ્ટ પેપરની અછત, તૈયાર કાગળના ભાવ વધવાની શક્યતા

author img

By

Published : Dec 9, 2020, 7:40 PM IST

  • મોરબીના પેપર મિલ ઉદ્યોગ મુશ્કેલીમાં
  • તૈયાર કાગળના ભાવ વધવાની શક્યતા
  • કોરોનાના કારણે વેસ્ટ પેપરની અછત
  • પેપરની અછતથી મહિનામાં 5 દિવસ ફેકટરી બંધ

મોરબીઃ કાચા કાગળ અને રો-મટીરીયલ્સની અછતના પગલે તેમાં ભાવ વધારો આવ્યો છે. જેના કારણે શહેરનો પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. હાલમાં કેટલીક પેપર મિલો દ્વારા વેસ્ટ પેપરની અછતના કારણે ઉત્પાદન બંધ કરવાની પરિસ્થિતિ આવી છે. તો બીજી તરફ વેસ્ટ પેપરના ભાવોમાં આવેલા તોતિંગ વધારાના પગલે તૈયાર કાગળના ભાવોમાં પણ વધારો આવશે.

મોરબીના પેપર મિલ ઉદ્યોગમાં વેસ્ટ પેપરની અછત, તૈયાર કાગળના ભાવ વધવાની શક્યતા

વેસ્ટ પેપરની અધતના લીધે પેપર ઉદ્યોગ મુશ્કેલીમાં

મોરબીમાં સિરામિક પછીનો બીજા નંબર પર પેપર ઉદ્યોગ છે. દેશના કુલ ઉત્પાદનનું 15 % ઉત્પાદન મોરબીમાં થાય છે. શહેરમાંં ક્રાફ્ટ પેપર તથા વ્હાઈટ પેપર બને છે. આ પેપર વેસ્ટ પેપરને રીસાઈકલ કરીને બનાવવામાં આવે છે. વેસ્ટ પેપર માટેનો મોટો સ્ત્રોત દિલ્હી, મુંબઈ અને પંજાબ છે. જ્યારે ઈમ્પોર્ટેડ વેસ્ટ પેપર યુરોપ અને અમેરિકાથી આવે છે. હાલમાં કોરોના મહામારીના કારણે યુરોપમાં લોકડાઉન છે. તેમજ ભારતના પણ મોટા શહેરોમાં વેસ્ટ પેપરનું કલેક્શન ખૂબ ઘટી ગયું છે. જેના કારણે મોરબીમાં આવતો વેસ્ટ પેપરનો પુરવઠો 35 % જેટલો ઓછો થઈ ગયો છે. પરિણામે રો-મટિરિયલ્સના અભાવે પેપર ઉદ્યોગની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.

પેપરની અછતથી મહિનામાં 5 દિવસ ફેકટરી બંધ

પેપર ઉદ્યોગમાં ભારતનો સૌથી મોટો હરીફ દેશ ચીન છે. પરંતુ વૈશ્વિક બજારમાં ભારત ચીન કરતાં પણ સસ્તા ભાવે તૈયાર કાગળ વેચે છે. જેના કારણે મોરબીમાં દૈનીક 7500 ટન પેપરના ઉત્પાદનના 35 % વિદેશમાં નિકાસ થાય છે. જ્યારે 10 % મોરબીમાં અને 55 % જેટલા પેપર ગુજરાત અને દેશના અન્ય રાજ્યમાં જાય છે. વેસ્ટ પેપરની અછતના કારણે તૈયાર કાગળના ભાવોમાં 30 % જેટલો વધારો થશે. જેના કારણે પેકેજીંગ, બોક્સ તથા જ્યાં પણ કાગળ વપરાતો હશે તે તમામ વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે.

કોરોના મહામારીને લીધે ઉધોગ મુશ્કેલીમાં: કીરીટ ફૂલતરિયા

હાલમાં મોરબીમાં 42 પેપર મીલ છે, તેમજ નવી પેપરમિલ પણ આવી રહી છે. આ ઉદ્યોગ દ્વારા મહિને 2 લાખ ટનથી વધુ ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ વેસ્ટ પેપરની અછત અને ભાવ વધારાના કારણે વૈશ્વિક બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે. આથી તૈયાર કાગળના ભાવમાં વધારો લાવી પેપર ઉદ્યોગને બચાવવો જરૂરી બની ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.