ETV Bharat / state

મોરબીમાં અપૂરતા ફાયરના સાધનો, સ્ટેશન જર્જરિત હાલતમાં - Fire station in Morbi in dilapidated condition

મોરબી શહેરમાં વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ અને સિરામિક ઉદ્યોગ વિકાસ પામ્યો છે. જો કે, શહેરમાં ઓદ્યોગિક વિકાસ છતાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આવી જ એક અતિ જરૂરી ફાયરની સુવિધા માનવામાં આવે છે. જો કે, મોરબીનું ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં છે. એટલું જ નહિ પરંતુ ફાયરની જરૂરી ગાડીઓ કે અન્ય સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જો સુરત જેવી દુર્ઘટના મોરબીમાં સર્જાય તો મોટી હોનારત સર્જાઈ શકે છે.

morbi
મોરબી
author img

By

Published : Jan 29, 2020, 9:49 PM IST

મોરબી : ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં ફાયર સેફટીની સુવિધા બાબતમાં પછાત જોવા મળે છે. શહેરમાં ફાયરની સુવિધાઓ કેટલી છે તે અંગે ફાયર વિભાગના કર્મચારી જણાવે છે કે, હાલ 3 ફાયરની ગાડીઓ જેમાં 2 નાની અને 1 મોટી ગાડી અને 1 રેસ્ક્યુ બોટ અને 1 એમ્બ્યુલન્સ છે. તેમજ માત્ર 2 માળ સુધી પહોંચી શકે તેવી સીડી છે. જયારે હાઈરાઈસ બિલ્ડીંગ એટલે કે 7 થી 10 માળના 1000થી વધુ એપાર્ટમેન્ટ ખડકી દેવાયા છે. ત્યારે જો હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગનો બનાવ બને તો ત્યાં સુધી પહોંચી શકે તેવી સીડી જ નથી. ત્યારે આગ પર કાબુ કેવી રીતે મેળવી શકાશે તે એક પ્રશ્ન છે.

મોરબીમાં અપૂરતા ફાયરના સાધનો, સ્ટેશન જર્જરિત હાલતમાં

આ અંગે વિપક્ષના નેતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે વિપક્ષમાં છીએ અમારે કોઈ પણ પ્રશ્નોનો વિરોધ કરવાનો હોય છતાં પણ અમે ફાયર સ્ટેશન મામલે હકારાત્મક વલણ અપનાવ્યું છે. રાજયના મુખ્યમંત્રીએ વિકાસની યાત્રાના ભાગરૂપે એક ફાયર સ્ટેશનનો પ્રોજેક્ટ મોરબી પાલિકાને આપવામાં આવેલ પણ દુર્ભાગ્યની વાત તેમ કહી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ પાલિકાને જે જગ્યાએ ફાયર સ્ટેશન માટે જગ્યા ફાળવવાની વાત હતી તેમાં અમે અમારા વિસ્તારમાં જગ્યા ફાળવવા માટે વાત કરી હતી. પરંતુ આજ સુધી એક પણ પગલું પાલિકા દ્વારા ભરવામાં આવ્યું નથી.

મોરબી નગરપાલિકાના શાસકોની અણઆવડતને પગલે ફાયરની સુવિધા મળતી નથી. આગના બનાવોમાં સમયસર ટીમ પહોંચી શકતી નથી. જેમાં જરૂરી આધુનિક સાધનોની કમીથી ફાયરના કર્મચારીઓને પણ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે.

મોરબી નગરપાલિકામાં ફાયર સેફટી સુવિધાઓ અંગે નગરપાલિકાના પ્રમુખ જણાવે છે કે, નવું ફાયર સ્ટેશન બનાવવા માટે ઠરાવ કર્યો છે. ગત જનરલ બોર્ડમાં નગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન બનાવવા તેમજ આધુનિક મશીનરી માટે ઠરાવ કર્યો છે. જે સરકારને મોકલી દેવાયો છે. તેમજ સરકારને મોકલેલી પ્રપોઝલ અંગે તાકીદે નિર્ણય લઈને મોરબીને ફાયરની સુવિધા મળે તે માટે સત્તાધીશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબીના ઓદ્યોગિક વિકાસને ધ્યાનમાં લઈને ફાયરની આધુનિક સુવિધા આપવા મોરબી નગરપાલિકા કટિબદ્ધ છે. જેમાં જરૂરિયાતના સાધનો પણ વિકસાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

આમ ફાયર સેફટી મુદે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના તર્ક આપી રહ્યા છે. જેમાં શાસક પક્ષ પોતાનો બચાવ કરી રહ્યા છે. જો કે, આજના મોરબીની સ્થિતિએ ફાયર સુવિધાઓની જરૂરિયાત વિશે વાત કરીએ તો મોરબીમાં 3 થી 4 બ્રાઉઝર એટલે કે ફાયરના મોટા વાહનો ઉપરાંત 6 નાના વાહનોની જરૂરિયાત છે. તેમજ 4 એમ્બ્યુલન્સ, 2 રેસ્ક્યુ વાહનો અને હાઈરાઈઝ બિલ્ડીંગ માટે લેધર સહિતની સુવિધાઓની જરૂરિયાત છે. જો કે, મોરબી ફાયર સ્ટેશનમાં હાલ 44 રોજમદારો છે. માત્ર 2 કાયમી કર્મચારી ફરજ બજાવે છે. ફાયર સ્ટેશન 50 વર્ષથી કાર્યરત છે. જ્યાં કોઈ દિવસ રીપેરીંગ કરાયું નથી. એટલું જ નહિ પરંતુ ફાયરના 3 બુલેટમાંથી 1 બંધ હાલતમાં છે. તો એમ્બ્યુલન્સ પણ ચાલુ-બંધ હાલતમાં જોવા મળતી હોય છે.

Intro:gj_mrb_01_fire_suvidha_visual_pkg_gj10004
gj_mrb_01_fire_suvidha_bite_pkg_gj10004
gj_mrb_01_fire_suvidha_photo_pkg_gj10004
gj_mrb_01_fire_suvidha_script_pkg_gj10004

gj_mrb_01_fire_suvidha_pkg_gj10004
Body:મોરબીમાં અપૂરતા ફાયરના સાધનો, સ્ટેશન જર્જરિત હાલતમાં
એન્કર :
         મોરબીને આમ તો દેશ દુનિયામાં ઓદ્યોગિક શહેર તરીકે ઓળખાય છે મોરબી શહેરમાં વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ અને સિરામિક ઉદ્યોગ વિકાસ પામ્યો છે જોકે શહેરમાં ઓદ્યોગિક વિકાસ છતાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળે છે આવી જ એક અતિ જરૂરી ફાયરની સુવિધા માનવામાં આવે છે જોકે મોરબીનું ફાયર સ્ટેશન જર્જરિત હાલતમાં છે એટલું જ નહિ પરંતુ ફાયરની જરૂરી ગાડીઓ કે અન્ય સુવિધાઓનો અભાવ જોવા મળે છે અને જો સુરત જેવી દુર્ઘટના મોરબીમાં સર્જાય તો મોટી હોનારત સર્જાઈ સકે છે
વીઓ : ૧
         મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં ફાયર સેફટી સુવિધા બાબતમાં પછાત જોવા મળે છે મોરબીમાં ફાયરની સુવિધાઓ કેટલી છે તે અંગે ફાયર વિભાગના કર્મચારી જણાવે છે કે હાલ મોરબીમાં ૩ ફાયરની ગાડીઓ જેમાં બે નાની અને એક મોટી ગાડી છે એક રેસ્ક્યુ બોટ અને એક એમ્બ્યુલન્સ છે અને માત્ર ૨ માળ સુધી પહોંચી સકે તેવી સીડી છે જયારે મોરબી શહેરમા હાઈરાઈસ બિલ્ડીંગ એટલે કે ૭ થી ૧૦ માળના ૧૦૦૦ થી વધુ એપાર્ટમેન્ટ ખડકી દેવાયા છે ત્યારે જો હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ નો બનાવ બને તો ત્યાં સુધી પહોંચી સકે તેવી સીડી જ નથી ત્યારે આગ પર કાબુ કેવી રીતે મેળવી શકાશે તે પ્રશ્ન જોવા મળે છે
બાઈટ ૧ : હિતેશ દવે – ફાયર કર્મચારી, મોરબી ફાયર સ્ટેશન
વીઓ : ૨
         મોરબીમાં થોડા સમય પહેલા જનરલ બોર્ડ મળેલ અને અમે વિપક્ષમાં છીએ અમારે કોઈ પણ પ્રસનનો વિરોધ કરવાનો હોય છતાં પણ અમે ફાયર સ્ટેશન મામલે હકારાત્મક વલણ અપનાવ્યું હોવાનું વિપક્ષના નેતા જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું રાજયના મુખ્યમત્રીએ વિકાસની યાત્રાના ભાગરૂપે એક ફાયર સ્ટેશનનો પ્રોજેક્ટ મોરબી પાલિકાને આપવામાં આવેલ પણ દુર્ભાગ્યની વાત તેમ કહી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા પાલિકાને જે જગ્યાએ ફાયર સ્ટેશન માટે જગ્યા ફાળવવાની વાત હતી તેમાં અમે અમારા વિસ્તારમાં જગ્યા ફાળવવા માટે વાત કરી હતી પરંતુ આજ સુધી એક પણ પગલું પાલિકા દ્વારા ભરવામાં આવ્યું નથી મોરબી નગરપાલિકાના શાસકોની અણઆવડતને પગલે ફાયરની સુવિધા મળતી નથી આગના બનાવોમાં સમયસર ટીમ પહોંચી સકતી નથી અને જરૂરી આધુનિક સાધનોની કમીથી ફાયરના કર્મચારીઓને પણ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે તો ફાયર વિભાગ પાસે સ્ટાફ જ નથી અને જે સ્ટાફ છે તે માત્ર બીડીના ઠુઠામાં આગ લાગી હોય તે પણ કઈ રીતે ઓલવી સકાય તે આવડતું નથી
બાઈટ ૨ : જયરાજસિંહ જાડેજા – વિપક્ષ નેતા, મોરબી નગરપાલિકા
વીઓ : ૩
         મોરબી નગરપાલિકામાં ફાયર સેફટી સુવિધાઓ અંગે નગરપાલિકાના પ્રમુખ જણાવે છે કે નવું ફાયર સ્ટેશન બનાવવા માટે ઠરાવ કર્યો છે ગત જનરલ બોર્ડમાં નગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન બનાવવા તેમજ આધુનિક મશીનરી માટે ઠરાવ કર્યો છે જે સરકારને મોકલી દેવાયો છે અને સરકારને મોકલેલી પ્રપોઝલ અંગે તાકીદે નિર્ણય લઈને મોરબીને ફાયરની સુવિધા મળે તે માટે સત્તાધીશો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મોરબીના ઓદ્યોગિક વિકાસને ધ્યાને લઈને ફાયરની આધુનિક સુવિધા આપવા મોરબી નગરપાલિકા કટિબદ્ધ છે અને જરૂરિયાતના સાધનો પણ વિકસાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું
બાઈટ ૩ : કેતન વિલાપરા, પ્રમુખ મોરબી નગરપાલિકા
વીઓ : ૪
         આમ ફાયર સેફટી મુદે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના તર્ક આપી રહ્યા છે અને શાસક પક્ષ પોતાનો બચાવ કરી રહ્યા છે જોકે આજના મોરબીની સ્થિતિએ ફાયર સુવિધાઓની જરૂરિયાત વિષે વાત કરીએ તો મોરબીમાં ૩ થી ૪ બ્રાઉઝર એટલે કે ફાયરના મોટા વાહનો ઉપરાંત ૬ નાના વાહનોની જરૂરિયાત છે તેમજ ૪ એમ્બ્યુલન્સ, ૨ રેસ્ક્યુ વાહનો અને હાઈરાઈઝ બિલ્ડીંગ માટે લેધર સહિતની સુવિધાઓની જરૂરિયાત છે જોકે મોરબી ફાયર સ્ટેશનમાં હાલ ૪૪ રોજમદારો છે અને માત્ર ૨ જ કાયમી કર્મચારી ફરજ બજાવે છે અને ફાયર સ્ટેશન ૫૦ વર્ષથી કાર્યરત છે જ્યાં કોઈ દિવસ રીપેરીંગ કરાયું નથી અને ફાયર સ્ટેશન જ જર્જરિત હાલતમાં જોવા મળે છે એટલું જ નહિ પરંતુ ફાયરના ૩ બુલેટમાંથી ૧ બંધ હાલતમાં છે તો એમ્બ્યુલન્સ પણ ચાલુ-બંધ હાલતમાં જોવા મળતી હોય છે

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.