મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયા દ્વારા વર્ષ ૧૯૯૮-૯૯ ના વર્ષમાં ૨૦,૦૦૦ રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. આ ચલણી નોટ પર ભગવાન ગણેશનો ફોટો મુકવામાં આવ્યો છે. ગ્રીન કલરની ૨૦ હજાર રૂપિયાની ચલણી નોટમાં ભગવાન ગણેશનો ફોટો છે આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે, જેના પર ગણેશ ભગવાનનો ફોટો છે. વળી ભગવાન ગણેશના ફોટો વાળી નોટ બહાર પાડનાર કોઈ હિંદુ રાષ્ટ્ર નહિ પરંતુ મુસ્લિમ રાષ્ટ્ છે. આ દેશની 87 ટકા વસતિ ઈસ્લામ ધર્મ પાળે છે. જ્યારે હિંદુઓની વસતિ માત્ર 3 ટકા જ છે.
મહત્વનું છે કે મોરબીના એડવોકેટ મીતેશભાઇ દવે વિવિધ દેશોની ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. જેમની પાસે ૨૦ વર્ષ પહેલા ઇન્ડોનેશિયાએ બહાર પાડેલ ભગવાન ગણેશના ફોટો વાળી ૨૦,૦૦૦ રૂપીયાની આ ચલણી નોટ સંગ્રહમાં છે. ૧૩મી સદીમાં મૌર્ય સમ્રાટ દ્વારા બાલી ટાપુ પર આક્રમણ કર્યું હતું અને ત્યારબાદ ત્યાં પણ હિંદુ સંસ્કૃતિ અને ધર્મ ફેલાયો હતો. જ્યાં આજે પણ આ દેશમાં ભગવાન ગણેશ અને હનુમાનજીની પૂજા થતી જોવા મળે છે.