ETV Bharat / state

મોરબીમાં જિલ્લા પંચાયત માટે સરેરાશ 70.14 ટકા મતદાન થયું - ઈવીએમમાં ટેક્નિકલ ખામી

મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની કુલ 230 બેઠકો માટે 616 ઉમેદવારો મેદાનમાં હતા. હવે આવતીકાલે એટલે કે મંગળવારે તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

મોરબીમાં જિલ્લા પંચાયત માટે સરેરાશ 70.14 ટકા મતદાન થયું

author img

By

Published : Mar 1, 2021, 9:59 AM IST

  • 616 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા
  • તાલુકા પંચાયતની તમામ બેઠકો પર 70.26 ટકા મતદાન નોંધાયું
  • રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિતનાઓએ મતદાન કર્યું
  • રાજકોટના રેન્જ આઈજીએ મોરબીની મુલાકાત લીધી
  • મોરબીમાં મતદાન સમયે 5 સ્થળે ઈવીએમમાં ખામી સર્જાઈ
  • મહિલાઓ અને સિનિયર સિટિઝનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું

મોરબીઃ જિલ્લામાં સાંજે મતદાન પૂર્ણ થતા 616 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે અને મંગળવારે મત ગણતરી થશે. મતદાનના આંકડા પર નજર કરીએ તો મોરબી જિલ્લામાં આવતી 3 નગરપાલિકાના મતદાનની વાત કરીએ તો મોરબી નગરપાલિકામાં 55.22 ટકા, માળિયા નગરપાલિકામાં 55.80 ટકા અને સૌથી વધુ વાંકાનેર નગરપાલિકામાં 62.69 ટકા મતદાન નોંધાયું છે અને ત્રણેય પાલિકાનું સરેરાશ મતદાન 56.43 ટકા જેટલું નીચું રહ્યું છે

તાલુકા પંચાયતની તમામ બેઠકો પર 70.26 મતદાન નોંધાયું

જ્યારે શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન નોંધાયું છે, જેમાં મોરબી જિલ્લા પંચાયતમાં 70.14 ટકા મતદાન નોંધાયું છે. તેવી જ રીતે જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં મોરબી તાલુકા પંચાયતમાં 66.44 ટકા, માળિયા તાલુકા પંચાયતમાં 64.24 ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં 72.14 ટકા, વાંકાનેર તાલુકા પંચાયતમાં 76.58 ટકા અને હળવદ તાલુકા પંચાયતમાં 70.69 ટકા મળીને પાંચ તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન 70.26 ટકા નોંધાયું છે જે શહેરી વિસ્તાર કરતા સારું કહી શકાય.

રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિતનાઓએ મતદાન કર્યું

જિલ્લામાં ચૂંટણીને પગલે સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી જયંતી કવાડિયા, કોંગ્રેસ અગ્રણી જયંતી પટેલ, પૂર્વ ધારાસભ્ય કાન્તિ અમૃતિયા, સિરામિક એસો. પ્રમુખ અને આરએસએસ અગ્રણી સહિતનાઓએ મતદાન કર્યું હતું તો વયોવૃદ્ધ અને યુવા મતદારો પણ મતદાન કરતા જોવા મળ્યા હતા.

રેન્જ આઈજીએ મોરબીની મુલાકાત કરી

ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટના રેન્જ આઈજી સંદીપ સિંહે મતદાનમથકોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાનમથક પર જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

5 સ્થળે ઈવીએમમાં ખામી સર્જાઈ

આજે મતદાન સાથે જિલ્લામાં 4 સ્થળે ઈવીએમ ખરાબીની ફરિયાદો ઊઠી હતી, જેમાં મોરબી નગરપાલિકા વોર્ડ નં 10માં બીયુની સ્વિચ ખરાબ હોવાથી બદલાવી હતી તો જિલ્લા પંચાયત વાંકાનેર તાલુકામાં રાતી દેવળી ખાતે કોઠારિયા મતદાન મથકમાં બીયુ બદલાવ્યું હતું. જ્યારે હળવદની નવા દેવળિયા ખાતે ઈવીએમ બદલવામાં આવ્યું હતું. જ્યારે માળિયાના ખાખરેચીમાં ખીરઈ ખાતેના મતદાનમથકે બીયુ બદલવાને પગલે મતદાન અટક્યું હતું. બાદમાં પુનઃ શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં પાંચ સ્થળે ઈવીએમ ખરાબી જોવા મળી હતી.

મહિલાઓ અને વૃદ્ધો ઉત્સાહ પૂર્વક મતદાન કરવા પહોચ્યા

મોરબી જિલ્લામાં વયોવૃદ્ધ નાગરિકો જેમાં શતાયુ સહિતના નાગરિકોએ પણ ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કર્યું હતું તો અનેક મતદારો વિવિધ બીમારીથી પીડાતા હોવા છતાં માતાન કરી લોકશાહી પર્વમાં સહભાગી બન્યા હતા. તો લગ્ન બાદ તુરંત નવદંપતી પણ મતદાન કરી લોકશાહીને દીપાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.