મોરબીના ખાખરેચી દરવાજા પાસેના ગઢની દીવાલ ઓચિંતી ધસી પડતા બાજીમાં પસાર થતી કાર પર પડી હતી. જો કે, કારમાં સવાર બે વ્યક્તિનો બચાવ થયો છે. તદ્ઉપરાંત મોરબીના મોડપર ગામથી બીલીયા જવાના માર્ગે આવતું નાળું પણ તૂટી જતા રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.
તદ્ઉપરાંત મોરબીના લીલાપર રોડ પર ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ ગયો છે અને રોડ પર મસમોટું ગાબડું પડ્યું છે. જેથી કારચાલકો પસાર થઈ શકે તેવી સ્થિતિ રહી નથી. આ રોડ થોડા વર્ષો પૂર્વે જ બનાવવામાં આવ્યો હોવા છતાં પણ આ રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે. જેથી રોડની ગુણવત્તા સામે પણ સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે અને રોડ પર મસમોટું ગાબડું પડતા સ્થાનીકોમાં રોષ ભભૂકી રહ્યો છે.