- પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીનો જંગ
- હાર્દિક પટેલે મોરબીમાં યોજી પત્રકાર પરિષદ
- પરિષદમાં ભાજપ પર કર્યા પ્રહાર
મોરબીઃ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે આજે એટલે કે રવિવારે મોરબીમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટિંગ ઓપરેશનમાં ધારાસભ્યની ખરીદી કોના ઈશારે, કોના કહેવાથી તેમજ કેટલા રૂપિયા આપીને કરવામાં આવતી હતી તે ખૂલ્લું પડ્યું છે.
સી.આર.પાટીલની પ્રેસ કૉન્ફરેન્સનો ઉલ્લેખ
વધુમાં હાર્દિક પટેલે સી.આર.પાટીલની પત્રકાર પરિષદનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, સી.આર.પાટીલે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે અગત્યની પ્રેસ કૉન્ફરેન્સ યોજી છે. એટલે કે, તેમનું કારનામું લોકો સમક્ષ ખુલ્લું પડ્યું છે. પ્રજાના પૈસે પ્રજાએ આપેલ મેન્ડેડ વિરુદ્ધ ધારાસભ્ય ખરીદી કરાતી હોય તે લોકો સામે આવ્યું છે, તો સી.આર.પાટીલે ખૂદ વીડિયો નવો હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસ સામે પોલીસ અને વહીવટી તંત્રની ચૂંટણી
વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, ભાજપે પ્રજાના પૈસાનો વેડફાટ કરી ધારાસભ્ય ખરીદી કરીને એક સમાજને પણ અન્યાય કર્યો છે. જનતાના પૈસે ધારાસભ્યની ખરીદી કેમ કરવામાં આવી તેનો જવાબ આપવો જોઈએ. આ ઉપરાંત પેટા ચૂંટણી સમયે જેલમાંથી જામીન પર છૂટી અનેક પ્રચાર કરી રહ્યા છે, તો આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની નથી. કોંગ્રેસ સામે પોલીસ અને વહીવટી તંત્ર ચૂંટણી લડે છે.