મોરબી: કોરોના વાઇરસને લઈને ગામ અને સિટીમાં કરફ્યૂના આદેશ મુજબ હમીરપર તલાટી મંત્રી અને ગામના સરપંચના આદેશ મુજબ ગામની કરિયાણાની દુકાન સવારે એક કલાક અને સાંજે એક કલાક પૂરતી જ ખોલવાની રહેશે. તેમજ બીજી બધી દુકાનો 14 એપ્રિલ સુધી બંધ રાખવાની છે. ગામમાં પણ વધુ વ્યક્તિએ ભેગું થવાનું નથી. જે આ નિયમનું પાલન નહીં કરે એને રૂપિયા 1100નો દંડ કરવામાં આવશે.
જે બહાર ગામથી આવેલા લોકો ગામમાં આવેલ છે. એ લોકોએ પણ 14 દિવસ સુધી ઘરની બહાર નિકળવું નહી. તે વ્યક્તિ જો બહાર નીકળશે તો રૂપિયા 2500નો દંડ કરવામાં આવશે. આ બધા નિયમોનું પાલન કરી બધાનો સાથ સહકાર રહે તેવી લાગણી હમીરપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ વ્યક્ત કરી છે.