ETV Bharat / state

હળવદના વેગડવાવ ગામે પ્રેમસંબંધમાં યુવાનને જીવતો સળગાવાયો - morbi news

હળવદના વેગડવાવ ગામે પેમ પ્રકરણમાં યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ બનાવમાં યુવકનું સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. યુવકને પ્રેમ સંબંધ હોવાથી યુવતીના પિતા સહિતના ત્રણ ઇસમોએ પેટ્રોલ છાંટી હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોધાઇ હતી.

morbi news
morbi news
author img

By

Published : Aug 16, 2020, 5:26 PM IST

મોરબીઃ હળવદ તાલુકાના વેગડવાવ ગામે પ્રેમ સંબંધમાં યુવતીના પિતા સહિત 3 શખ્સોએ એક યુવકને પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો હતો. આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. હનુમાનજીના મંદિરની ઓરડીમાં જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. જોકે ગંભીર હાલતમાં યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું.

પ્રેમ સંબંધમાં યુવાનને જીવતો સળગાવ્યો

વેગડવાવ ગામના રહેવાસી હરેશ વિઠ્ઠલભાઈ પીપળીયાનો દીકરાને પ્રેમસંબંધ હતો. જે અંગે યુવકના પિતાને જાણ હતી. યુવક ભોજન કરી ગામમાં આવેલ હનુમાનજી મંદિરે સુવા ગયો હતો. રાત્રીના સમયે હનુમાનજી મંદિરે દાઝેલી હાલતમાં મળતા 108 મારફતે હળવદ બાદમાં મોરબી અને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

જ્યા પોલીસે આ સમગ્ર ઘટના વિશે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રાત્રીના બે વાગ્યાના સુમારે હનુમાનજી મંદિરે રૂમમાં સુતો હોય ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ કરી કાના ઉર્ફે કાનજી કોળી, સુરેશ ઉર્ફે ગટો કાનજી કોળી અને દિનેશ કાના ઉર્ફે કાનજી કોળીએ પેટ્રોલ છાટીને સળગાવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.