ETV Bharat / state

હળવદથી શ્રમિકોને પોતાના વતન જવા માટે બસ રવાના

કોરોનાની મહામારીમા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે શ્રમિકો ધંધો કરવા માટે પોતોના વતનથી દુર હતા. લોકડાઉન થતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેને લઇને રાજ્ય સરકારે બસની વ્યવસ્થા પણ કરી આપી છે. જેને લઇને હળવદથી શ્રમિકોને પોતાના વતન જવા માટે બસની વ્યવસ્થા કરતા લોકોમા ખુશી છવાઇ ગઇ હતી.

હળવદ
હળવદ
author img

By

Published : May 7, 2020, 3:10 PM IST

મોરબીઃ ઔદ્યોગિક જિલ્લા મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરતા હોય છે. જે લોકડાઉન લાગુ થયા બાદથી વતન પરત જવા અધીરા બન્યા હતા અને તંત્ર દ્વારા વતન વાપસીની મંજૂરી આપવામાં આવી છે. જેથી હળવદ પંથકમાં મંજૂરી મેળવ્યા બાદ સંસ્થાઓના સહયોગથી ખાનગી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તાજેતરમાં હળવદથી ચાર બસો રવાના કરવામાં આવી છે, ત્યારે વતન પરત ફરી રહેલા શ્રમિકોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

મોરબી જિલ્લાના હળવદમાં પણ તંત્ર દ્વારા શ્રમિકોને તેના વતન પરત જવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને 2 મેંથી પ્રક્રિયા શરૂ કરીને અત્યાર સુધીમાં કુલ 800 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. નિયમ મુજબ શ્રમિકોના મેડીકલ પ્રમાણપત્ર મેળવ્યા બાદ કરેલી ઓનલાઈન અરજીને મંજૂર કરવામાં આવી હતી અને શ્રમિકોને વતનમાં પરત મોકલવા માટે સંસ્થાઓના સહયોગથી 10-15 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તાજેતરમાં 6 બસો નિયમ મુજબ રવાના કરવામાં આવી છે. બસની કેપેસીટીના 50 ટકા મુસાફરો, અન્ય નિયમોના પાલન સાથે ચાર ખાનગી બસો રવાના કરી હોવાનું હળવદના મામલતદાર જણાવી રહ્યા છે.

આજે લોકડાઉનના 42 દિવસનો સમય વીત્યા બાદ શ્રમિકો પોતાના વતનમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે ચોક્કસ તેમના ચહેરા પર ખુશી જોવા મળે જ લોકડાઉનને પગલે શ્રમિકોની હાલત દયનીય બની હતી. તો આજે વતનમાં પરત ફરી રહેલા શ્રમિકે જણાવ્યું હતું કે, લોકડાઉનને પગલે તેઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. તેમજ પોતાના વતનથી દુર હોય જેથી પરિવારની ચિંતા પણ તેને થતી હતી. જો કે, હવે બસની વ્યવસ્થા થઇ છે અને તે વતન પરત જઈ રહ્યા છે, ત્યારે તંત્રનો આભાર માન્યો હતો અને પોતે ખુશ હોવાનું જણાવ્યું હતું.

આમ મોરબી જિલ્લામાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને વતનમાં પરત મોકલવાની કવાયત ચાલી રહી છે. બસો, ટ્રેન જે વ્યવસ્થા થાય તે તંત્ર કરી રહ્યું છે. તો સંસ્થાઓ પણ આ સેવાકાર્યમાં આગળ આવી છે અને હળવદમાં ખાનગી બસોની વ્યવસ્થા કરતા શ્રમિકોને વતનમાં પરત મોક્લવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.