ETV Bharat / state

હળવદ : નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ - Narmada Canal

મોરબીના માળિયા તાલુકાના 12 જેટલા ગામોમાં નર્મદા કેનાલનું પાણી પહોંચતું ન હતું, જેના કારણે ખેડૂતોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો. ગામના તમામ ખેડુતો દ્વારા આ અંગે દ્વારા નર્મદા વિભાગને રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે નર્મદા વિભાગ દ્વારા કેનાલ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાણી ચોરી કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી

ccc
હળવદ : નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ
author img

By

Published : Jun 16, 2021, 1:54 PM IST

  • 12 જેટલા ગામોમાં સિંચાઈનું પાણી પહોંચતું ન હતું
  • કેનાલ ખાલીખમ જોવા મળતા ખેડૂતો બન્યા હતા ચિંતિત
  • નર્મદા વિભાગને ઉગ્ર રજૂઆત કરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી

મોરબી : માળિયા તાલુકાના છેવાડાના ગામો ઘાટીલા, કુંભારિયા, વેણાંસર, વેજલપર, ખાખરેચી, વધારવા, સુલતાનપુર, માણબા, ચીખલી અને ખીરઈ ગામોમાં ખેતી માટે સિંચાઈના પાણીની જરૂર પડતી હોય છે. વાવણીની ઋતુમાં નર્મદા કેનાલ ખામી ખમ જોવા મળતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. ખેડૂતો દ્વારા ઉપરવાસમાં પાણી ચોરી થતી હોવાની ફરિયાદી તંત્રને કરવામાં આવી હતી. નર્મદા વિભાગ દ્વારા માળિયા તાલુકાના ખેડૂતોની ફરિયાદને ધ્યાને લઈને હળવદ-ધ્રાંગધ્રા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાણી ચોરી કરનાર શખ્સોએ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થયો

14 એન અધિકૃત કનેક્શન લેનાર સામે ગુન્હો દાખલ

સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ 2/2 એના નાયબ કાર્યપાલક ઈજનેર મોતીલાલ રાઠીએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 14 ઇલેક્ટ્રિક સબ મર્શીબલ પંપના માલિકઓએ ઈંગોરાળા અને અજીતગઢ ગામ તથા માલણીયાદ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલની નહેરમાંથી સબ મર્શીબલ પંપ વડે પાણીનો ઉપયોગ કરી પાણી ચોરી કરે છે ,જ અંગે હળવદ પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.