હળવદઃ હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક ત્રણ (Morbi Highway Fatal Accident) વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વૃદ્ધનું મોત થયું છે. જ્યારે કેટલાક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોરબીના હળવદ (Triple Accident Morbi Highway) તાલુકાના કવાડિયા ગામ નજીક એક સાથે ત્રણ વાહનો અથડાતા સાત વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે. જ્યારે એક વ્યક્તિનું અકાળે મૃત્યું થયું છે. જોકે, આ અકસ્માત કેવી રીતે થયો ટ્રકે ઈકો કારને ટક્કર મારતા આ ઘટના બની હતી. આ ઘટનામાં જે મૃતક છે તે જામનગરના રહેવાસી હોવાની વિગત મળી છે. આ ઘટના સામે આવતા પોલીસે કાયદેસરના પગલાં લેવાના શરૂ કર્યા છે.
યુદ્ધના ધોરણે સારવારઃ અકસ્માતની ઘટના સામે આવી છે. ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃદ્ધ સેજુમલ મુલચંદ જાંગીયાણીનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં ધાંગધ્રા તેમજ હળવદની 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચુલી ટોલનાકા પરથી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને હળવદ તેમજ ધાંગધ્રા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઈજા થયેલા લોકોને સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોની યાદીઃ ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓ રજીયાબેન અલારખાભાઈ (ઉં.વ. 30), રસિકભાઈ રાજાભાઈ પટેલ (ઉં.વ.45), નરેન્દ્રભાઈ પટેલ (ઉં.વ.65), લલ્લારામ કુબારામ ચૌધરી (ઉં.વ.32), અમીનાબેન મોહમ્મદભાઈ જામ (ઉં.વ.70), નજમાબેન રફિકભાઈ (ઉં.વ.26), ચંદ્રેશભાઇ મગનભાઈ ચૌહાણ (ઉં.વ.29)