માળિયાના મેઘપર ગામે નદીમાં બેરલ અને હુળકા દ્વારા રેતી ચોરીના કોભાંડનો ખુલાસો થયો છે. માળિયા મામલતદાર ટીમ દ્વારા મેઘપર નવાગામ સીમમાં આવેલ મચ્છુ નદીમાં ગેરકાયદે રેતી ચોરીની ફરિયાદ બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અહીં ૨૮ બેરલ અને પાઈપ તેમજ હુળકાની મદદથી મશીન મુકીને રેતી ચોરી કરવામાં આવતી હતી. જેના પગલે મામલતદાર અને તેની ટીમે દરોડો પાડીને રેતી ચોરીના સાધનો અને હિટાચી મશીન સહીત લાખોનો મુદામાલ જપ્ત કર્યો છે.
આ ઉપરાંત હળવદ પંથકમાં પણ રેતી ચોરીની ફરિયાદો બાદ તંત્ર જાગ્યું હતું અને કડીયાણા પંથકમાં દરોડો પાડ્યો હતો. ડેપ્યુટી કલેકટર અને ખાણ ખનીજ અધિકારી ટીમે પાડેલા દરોડામાં ૪ ડમ્પર અને ૧૩૦ મેટ્રિક ટન રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.