- મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા ઓવરબ્રિજ પર દીવાલનો મોટો પથ્થર પડ્યો
- ટંકારા ઓવરબ્રિજ નજીક રમતી બાળકીના માથે પથ્થર પડતા તેનું મોત
- બનાવની જાણ થતા પરિવારજનો અને ટંકારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી
મોરબીઃ મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે ટંકારાના નગરનાકા નજીક દીવાલનો મોટો પથ્થર પડ્યો હતો. જોકે આ પથ્થર અહીં રમતી બાળકીના માથા પર પડતી તેને ગંભીર ઈજા પહોંચી હતી અને એનું મોત થયું હતું. ઘટનાસ્થળે ટંકારા પોલીસ આવી પહોંચી હતી.
અનેક વાર અહીં અકસ્માત થતા રહે છે
આ અંગે મળતી માહિતી મુજબ, આજે સવારે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક બની રહેલા ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે. આથી અનેક વાર અક્સ્માતના બનાવો બનતા રહે છે ત્યારે ટંકારાના નગરનાકા નજીક દીવાલનો મોટો પથ્થર બાળકી પર પડતા બાળકીનું મૃત્યુ થયું છે મૃતકનું નામ લક્ષ્મી રમેશભાઈ ટોળિયા હોવાની માહિતી પણ આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઈ છે.
ઓવરબ્રિજની કામગીરીમાં તંત્ર ગંભીરતા દાખવે તેવી માગ
ઓવરબ્રિજના કામમાં વપરાતો મોટો પથ્થર ત્યાં પડ્યો હોય અને બાળકી રમતી હોય ત્યારે પથ્થર માથે પડતા દુર્ઘટના સર્જાઈ હતી તો હાઈવે નિર્માણ અને ઓવરબ્રિજ કામગીરી ખુબ ધીમી ગતિએ ચાલતી હોય અને અકસ્માતની સંખ્યા વધી રહી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. આ મામલે તંત્ર ગંભીરતા દાખવે તેવી માગ પણ લોકો કરી રહ્યા છે તો બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.