ETV Bharat / state

મોરબીની RTO કચેરી પાસે પાલિકા અને પોલીસના બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન કરાયું - સૂર્યકાન્ત પાટીલ

કોરોના મહામારીના કારણે ગણેશ મહોત્સવની સાર્વજનિક ઉજવણી ચાલુ વર્ષે રદ્દ કરવામાં આવી હતી. ત્યારે ભગવાન ગણપતિના ભક્તજનોએ પોતાના ઘરમાં જ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરી હતી. મંગળવારે મોરબીની RTO કચેરી પાસે પાલિકા અને પોલીસના બંદોબસ્ત વચ્ચે ભગવાન ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગણપતિ વિસર્જન
ગણપતિ વિસર્જન
author img

By

Published : Sep 1, 2020, 10:39 PM IST

મોરબીઃ સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવના અંતે મંગળવારે ગણપતિની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી શહેરના લોકો દ્વારા પણ ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વિઘ્નહર્તા ગણપતિ મહારાજની સ્થાપના અને પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જ્યારે ગણપતિ વિસર્જનના દિવસે મોરબી પાલિકા કચેરી દ્વારા RTO કચેરી નજીક નદીમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યા 125થી વધુ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના માર્ગદર્શન હેઠળ RTO કચેરી પાસે ગણપતિ વિસર્જન સ્થળે પાલિકાના રોશની વિભાગના સૂર્યકાન્ત પાટીલ દ્વારા લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિસર્જન સ્થળે રસ્તો બનાવવા અને 25 માણસો સાથે JCB અને બે ક્રેઈન સાથે હાજર રહેવા હિતેષ રવેશિયા અને મંગલસિંહ ઝાલા જણાવવામાં આવ્યું હતું, તેમજ RTO કચેરી પાસે 5 તરવૈયાઓ અને 5 અન્ય કર્મચારી હિતેશભાઈના હવાલે મુકવા ગેરેજ વિભાગને સૂચનાઓ આપી હતી. RTO કચેરી નજીક નદીમાં ગણપતિ વિસર્જન માટે તમામ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

RTO કચેરી નજીક નદીમાં 125થી વધુ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને પગલે જાહેર ઉત્સવો યોજાયા ન હતા. જો કે, ભક્તોએ ઘરમાં જ ગણપતિ સ્થાપના કરી હતી અને સોમવારે ભક્તિભાવથી વિસર્જન કરવામાં આવ્યું હતું. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પાલિકા ટીમ દ્વારા જ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.