- માળિયા ફાટક સામે બાઇક અને અજાણ્યા વાહનની ટક્કર
- અકસ્માતમાં રાજસ્થાનના ચાર લોકોના મૃત્યુ
- રાજસ્થાનથી મોરબી નોકરીની શોધમાં આવ્યા હતા
મોરબી : મોરબીના માળિયા ફાટક પાસે ગુરુવારની વહેલી સવારના લગભગ 4 વાગ્યના સમયે રાજસ્થાના ઉદયપુરથી ચાર યુવાનો આવ્યા હતા. તેમને મોરબીમાં રહેતા રાજસ્થાન યુવક દિનેશ શંભુભાઈ તેમને તેડવા માટે આવ્યા હતા. ત્યારે માળિયા ફાટક પાસે આ પાંચ યુવાન ઉભા હતા અને જે યુવાન તેડવા આવ્યો હતો તે બાઇક પર હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે આ પાંચેય યુવાનોને અડફેટે લીધા હતા. જેમાં ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. એકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહોને PM માટે ખસેડ્યા હતા. તે દરમિયાન વાહન ચાલકે અકસ્માત સર્જી નાસી ગયો હતો. જેને ઝડપી પાડવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવાનોના નામ અને ઉંમર
- તેજારામ વખતારામ ગામેતી (ઉ.વ.17)
- શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વ.19)
- સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વ.18)
- મનાલાલા ઉમેદજી કળવા (ઉ.વ.૧૯)
નોકરી માટે મોરબી આવ્યા હતા
મૃતક ચારેય યુવાનો નોકરીની શોધમાં મોરબી આવ્યા હતા અને આ ચારેય મૃતકને ઈજાગ્રસ્ત થયેલા દિનેશભાઈ તેડવા માટે આવ્યા હતા. રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા આ ઘટના ઘટી હતી. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો.
બે સગાભાઈ અને સાળા-બનેવી હતા
મૃતકોમાંં શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી, સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી બંન્ને ભાઈઓએ છે. ઉપરાંત શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી અને મનાલાલા ઉમેદજી કળવા સાળો બનેવી થતા હોવાની માહિતી સુત્રો દ્વારા મળી છે.