ETV Bharat / state

પ્રેમિકા પત્નીએ ફોન કરી પ્રેમીને મળવા બોલાવ્યો, પતિ અને ભાઈએ કરી પ્રેમીની હત્યા

મોરબીઃ પીપળી ગામે કૂવામાંથી યુવાનનો મૃતદેહ મળ્યા બાદ યુવાનની હત્યા કરી મૃતદેહને કૂવામાં ફેંક્યાનો ખુલાસો થયો હતો અને નજીકમાં કડિયા કામ કરતો શખ્સ ભેદી રીતે ગુમ હતો. જેથી પોલીસે શંકાને આધારે તપાસ ચલાવી હતી અને પોતાના વતન MPમાં નાસી ગયેલા 3 આરોપી સહિત 5ને પોલીસે ઝડપી લીધા છે. આ અંગે યુવાનની હત્યા આડા સંબંધમાં થઇ હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

author img

By

Published : Mar 16, 2019, 5:48 PM IST

HTYA

મોરબીના પીપળી ગામે ગણપતકુમાર બળવંતભાઈ ચૌહાણ નામના યુવાનના હત્યા મામલે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી LCB ટીમે તપાસ ચલાવી હતી અને હત્યાના સ્થળ નજીક કડિયા કામ કરતો ગોરધન નામનો શખ્સ બનાવ સમયથી ગુમ હતો. જેથી શંકાને આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને આરોપી પોતાના વતનમાં નાસી ગયો હોય જેથી મધ્યપ્રદેશ સુધી તપાસ લંબાવીને આરોપી ગોરધન શેનીયા ભુરીયા, દિલીપ તીતરીયા દામોઅર અને સુમીલા ગોરધન ભુરીયા એમ 3 આરોપીને મધ્યપ્રદેશથી તેમજ મુકેશ તીતરીયા ડામોર અને ધુમજી ધનસિંગ વાસકલીયાને પડધરી તાલુકાના ખામટા ગામથી ઝડપી લઈને 5 આરોપીની અટકાયત કરવામાં આવી છે.

જૂઓ વીડિયો

મૃતક ગણપતકુમાર બળવંતભાઈ ચૌહાણને આરોપી સુમીલા ગોરધન ભુરીયા સાથે આડાસંબંધ હોવાની જાણ પતિ ગોરધનને થતા, સાથે કડિયા કામ કરતા તેને સાલા દિલીપ વાત કરી હતી. જેને ખેત મજુરી કરતા અન્ય આરોપીઓની મદદથી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપી ગોરધનને પત્ની સાથે યુવાનના આડાસંબંધની જાણ થતા ગોરધન, સુમીલા અને દિલીપ તેમજ મુકેશ અને ધૂમજી 2 મોટરસાયકલ લઈને પડધરીથી પીપળી ગામ આવ્યાં હતાં અને સુમીલાએ ફોન કરી મૃતકને બોલાવ્યો હતો. 3 આરોપીને MPથી જ્યારે અન્ય 2ને પડધરી તાલુકાના ખામટા ગામેથી દબોચી લેવાયા છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આમ મોરબીમાં હત્યાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે, તો પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. પરંતુ આડાસંબંધ મામલે વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે અને પરિણીત સ્ત્રી સાથે સંબંધના અનેક કિસ્સા બહાર આવતા રહે છે અને આડા સંબંધ મામલે લોહિયાળ ખેલ ખેલાતો હોય છે. જેમાં યુવાનોનો ભોગ લેવાય છે, ત્યારે આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન બની રહેશે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.