ETV Bharat / state

મોરબીમાં ફાયર વિભાગના કર્મચારીઓ બે માસના પગારથી વંચિત

મોરબીઃ શહેરમાં ફાયર વિભાગના 47 કર્મચારીઓ બે માસના પગારથી વંચિત છે. પોતાની આ સમસ્યાને સંદર્ભે તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 31, 2019, 6:50 AM IST

મોરબી નગરપાલિકાના ફાયર વિભાગના 47 કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. હડતાલ ઉપર ઉતરવાનું કારણ તેઓને છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત રખવામાં આવ્યા છે. અગાઉ તેઓને સમયસર પગાર ન મળતા તેઓ હડતાલ ઉપર ઉતર્યા હતા પરંતુ, તે સમયે પાલિકા તંત્ર દ્વારા તેમને એક મહિનાનો પગાર આપી દેવાયો હતો. જેના કારણે હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર બે માસથી પગાર ન મળતાં કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે.

મોરબીમાં ફાયર વિભાગના કર્મચારીઓ બે માસના પગારથી વંચિત

એકતરફ સુરતની ઘટનામાં તંત્રની બેદરકારી પર માછલાં ધોવાયા હતા, તેવા કિસ્સામાં મોરબીમાં કાંઈ દુર્ઘટના બને તો તંત્રને ફરી એકવાર ભોઠું જોવાનો વખત આવી શકે છે. તેમની હડતાલના કારણે ફાયર સેફ્ટીની ઝુંબેશ પણ ખાસ્સી પ્રભાવિત થશે.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.