ETV Bharat / state

મોરબીમાં RNSBના ગ્રાહકોની એફડી ચાઉં કરનાર ઝડપાયો - FD chewer of bank customers caught

મોરબીમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં (Rajkot Citizens Cooperative Bank) અગાઉ એક કર્મચારીએ (bank employee limed crores) રૂપિયા ૨ કરોડનો ચુનો લગાવ્યો હતો. A ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી પાડીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મોરબીમાં RNSBના ગ્રાહકોની એફડી ચાઉં કરનાર ઝડપાયો

author img

By

Published : Jan 21, 2022, 1:02 PM IST

મોરબી: મોરબીમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકનો (Rajkot Citizens Cooperative Bank) કર્મચારી પ્રકાશ ગોવિંદ નકુમેં આશરે 2 કરોડની છેતરપીંડી (bank employee limed crores) કરી હોવાની ફરિયાદ ડીસેમ્બર માસમાં બેંકના ડે. મેનેજરે A ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી.

મોરબીમાં RNSBના ગ્રાહકોની એફડી ચાઉં કરનાર ઝડપાયો

બેંક કર્મચારીએ 59 જેટલા લોકો પાસે નાણાં લઈ એફડી કરાવી

કેસની તપાસ દરમિયાન બેંક કર્મચારીએ 59 જેટલા લોકો પાસે નાણાં લઈ એફડી કરાવી એફડીમાંથી બારોબાર નાણાં હજમ કરી ગયાનો ભાંડફોડ થતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે A ડીવીઝન પોલીસે (A division police arrested the accused) આરોપીને ઝડપી પાડીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બેંકના ડે. મેનેજરે A ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

બેંકના ડે. મેનેજરે ડીસેમ્બર માસમાં A ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે આધારે પોલીસે તપાસ દરમિયાન બેંક કર્મચારીએ વર્ષ 2016થી અત્યાર સુધી પોતાના સગા સંબંધીઓ અને મિત્રો મળીને 59 જેટલા લોકોને શીશામાં ઉતારી તેમની પાસે એફડી કરવા માટે નાણાં લીધા બાદ એફડી કરાવી બેંકમાંથી નાના ઉપાડીને હજમ કરી ગયો હતો.

બેંકના કર્મચારીએ અનોખી તરકીબ અજમાવી

આરોપી પોતાના સગા સબધીઓ અને મિત્રો પાસે જ એફડી કરાવતો કેમ કે આ લોકો ઓળખાણના નાતે જલ્દી વિશ્વાસમાં આવી જતા હતા. બેંકના કર્મચારીએ અનોખી તરકીબ અજમાવી હતી. જેમાં પહેલા તેમના કોઈ ઓળખીતા પાસે એફડી કરવા માટે બે ચેક લઈ લેતો અને એક ચેકની એફડી બનાવતો અને બીજા ચેકને બે દિવસ પછી ઓળખીતાના ખાતામાંથી પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર્ કરી બેંકમાંથી નાના ઉપાડી લઈને છેતરપીંડી આચરી હતી.

કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

હાલ પોલીસ આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આથી પોલીસે આરોપી પાસેથી મુદામાલ રિકવર કરવા તેમજ તેના બેંકના વહીવટની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:

Rajkot Nagrik Bank Embezzlement : બેન્કના કર્મચારીએ 1.92 કરોડની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ

હળવદના ચરાડવાની SBI બેંકમાં વૃદ્ધ ગ્રાહક સાથે બેંક કર્મચારીએ કરી બોલાચાલીએ 1.92 કરોડની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.