ખેડૂતો પાકવિમા મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તો હાલ ઉનાળાના તાપમાં ખેડૂત પરેશાન થઇ ગયા છે. પોતે કાળી મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ન હોય અને બીજી તરફ પાકવિમા કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે.
ખેડૂતોને પાકવિમાના પુરા પૈસા ચુકવાતા નથી. જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી અનિવાર્ય બની જતું હોય છે. પરંતુ વીમાની રકમ ન મળવાના પગલે ખેડૂતો પણ દુ:ખી અને હતાશ જણાઇ રહ્યાં છે. તો આ સાથે જ ખેડૂતોએ વિમાના પ્રિમીયમ ભર્યા છતાં પાકવિમા આપવામાં વિમા કંપની આનાકાની કરે છે. જેથી જો સરકાર વિમા માટે કાઈ વિચારશે નહિ અને તાકીદે વિમાનો પ્રશ્ન ઉકેલાશે નહી, તો મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે.