મોરબી : હળવદના માનસર ગામના ખેડૂતો દર વર્ષે શેરડીનું વાવેતર કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે શેરડીનું વેચાણ થયું નથી અને ખેડૂતોના શેરડીના તૈયાર પાક પડ્યા રહ્યા હોય તેમજ લોકડાઉનમાં રસના સિચોડા પણ બંધ રહ્યા હોય જેથી સ્થાનિક વેચાણ પણ થઇ શક્યુ નહતું.
ખેડૂતોને પડતી હાલાકી
- રાજ્યમાં વર્ષ 2020 ખેડૂતો માટે માઠું
- ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકનું ધોવાણ
- તીડના આક્રમણને પગલે ખેડૂતો થયા બેહાલ
- કોરોના વાઇરસના પગલે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
- કોરોના અસર : શેરડીનું વેંચાણ ન થતા ખેડૂતોએ મહામુલી પાકમાં આગ ચાંપી
આ વચ્ચે માનસર ગામના ખેડૂતોએ જણાવ્યું કે, આ વર્ષે શેરડીના પાકો તૈયાર થયો હતો, પરંતુ લોકડાઉનના કારણે વેચાણ ન થયું હોવાથી આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છીએ અને ગત વર્ષ દરમિયાન શેરડીના 120 રૂપિયા મણના મળતા હતા, પરંતુ હાલ તૈયાર પાક લાંબો સમય સુધી પડ્યો રહેતા ભાવ પણ મળતા નથી. તો જેથી નિરાશ થયેલા ખેડૂતોએ શેરડીના પાકને સળગાવી નાખ્યો હતો અને એક ખેડૂતે પોતાનો તૈયાર પાક સળગાવવાને બદલે માલધારીને વિના મુલ્યે આપી દેવામાં આવ્યો હતો. જેથી માલધારીઓને પણ રાહત થઇ હતી.
ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, હળવદ તાલુકાના માનસર ગામે 70 હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યુ હતું. જો કે કોરોનાની મહામારીને પગલે લોકડાઉન હોવાથી શેરડીનું વેચાણ થઇ શક્યુ નહોતું. જેથી ખેડૂતોએ પોતાનો માલ સળગાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના મહામારીને પગલે ખેડૂતો અને માલધારીઓને મુશ્કેલી પડી છે અને ખેડૂતોનો તૈયાર થયેલો પાક વેચાણ ન થતા ખેડૂતોએ આર્થીક મુશ્કેલી અનુભવી હતી. પાકમાં જીવાત અને ઈયળ આવતા પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ રહેલી છે.