ETV Bharat / state

મોરબીમાં EVM ડીસ્પેચ કરાયા, દરેક બુથ પર આરોગ્યના બે કર્મચારીનો સ્ટાફ રહેશે તૈનાત - મોરબીનાસમાચાર

કોરોના મહામારી વચ્ચે આવેલી પેટા ચૂંટણીમાં કોરોના સંક્રમણ સામે તકેદારીના તમામ પગલાઓ લેવાશે. મોરબીની પોલીટેકનીક કોલેજ ખાતેથી આજે ઈવીએમ મશીન ડીસ્પેચ કરવામાં આવ્યા હતા. તો દરેક બુથ પર આરોગ્યની ટીમો પણ તૈનાત રહેશે તેમ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

મોરબી
મોરબી
author img

By

Published : Nov 2, 2020, 2:01 PM IST

  • ચુંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ
  • ઈવીએમ મશીન બુથ પર પહોંચાડવાની કામગીરી શરુ
  • ૪૧૨ મતદાન મથકો પર મશીન પહોંચાડવા કવાયત

    મોરબી: મંગળવારે પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે મોરબીના ઘૂટું નજીકની પોલીટેકનીક કોલેજ ખાતેથી આજે ઈવીએમ મશીન ડીસ્પેચ શરુ કરવામાં આવ્યા હતા. જે ત્રણ તબક્કે કરાયા હતા, કારણ કે ભીડ એકત્ર ના થાય. તે ઉપરાંત ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 2200નો પોલીંગ સ્ટાફ ઉપરાંત 900 આરોગ્યનો સ્ટાફ તૈનાત રહેશે અને મતદાન મથકો પર કુલ 4000 નો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે.
    મોરબીમાં ઈવીએમ ડીસ્પેચ કરાયા

કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ

દરેક મતદાન મથકના મુખ્ય ગેટ પર આરોગ્યના બે કર્મચારી ઉપસ્થિત રહેશે. જે હેન્ડ સેનિટાઈઝર ઉપરાંત માસ્ક ના હોય તેવા નાગરિકોને માસ્ક વિતરણ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ પુરતી તકેદારી રાખશે અને મતદાન દરમિયાન કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે તમામ સ્ટાફને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે. તો આરોગ્ય ટીમો પણ સતત ફરજ પર હાજર રહીને નાગરિકોને સોશ્યલ ડિસટન્સ જાળવવા સહિતની કાળજી રાખશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.