- મોરબી જિલ્લામાં બીજા દિવસે વેક્સીનેશન કામગીરી
- યુવાનોમાં વેક્સીનેશનનો ઉત્સાહ જોવા મળ્યો
- 15 સેન્ટરો પર વેક્સીનની કામગીરી પૂરજોશમાં
મોરબીઃ રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાના 18થી 44 વર્ષની વય જૂથ ધરાવતા લોકોને જિલ્લાનાં કુલ 15 સ્થળો ઉપરથી વેકસીન આપવાની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં મોરબી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ.), સિવિલ હોસ્પિટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર (પરસોતમ ચોક) તો ટંકારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ તેમજ માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર , પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢુવા, સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ વાંકાનેર અને હળવદ તાલુકામાં સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ હળવદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તમામ કેન્દ્રો પર 200 ડોઝ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે અને આજે બીજા દિવસે પણ યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ યુવાનો વેક્સીનેશન માટે પહોચ્યા છે.
આ પણ વાંચોઃ ફેસબુકથી મિત્રતા કેળવીને સસ્તા સોનાના નામે કરવામાં આવી છેંતરપિંડી
સંસ્કાર બ્લડ બેંક ખાતે દ્વારા પણ કોરોના ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા કરાઈ
બીજા દિવસે મોરબીના સંસ્કાર બ્લડ બેંક ખાતે પણ સવારથી જ યુવાનો વેક્સીન માટે પહોચ્યાં હતાં અને સેન્ટર દ્વારા પણ કોરોનાની ગાઈડ લાઈન મુજબ વ્યસ્વ્થા કરવામાં આવી હતી. તમામ યુવાનો ઉત્સાહપૂર્વક વેક્સીન મુકાવી રહ્યાં છે અને અન્ય લોકો પણ વેક્સીન લે તેવી અપીલ કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ મોરબી અને વાંકાનેર બસ સ્ટેન્ડનું મુખ્યપ્રધાન રુપાણીએ કર્યું લોકાર્પણ