મોરબી: મોરબીમાં જુલતો પુલ તૂટતા અનેક લોકોના (Morbi Bridge Collpse) મોત થયા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ આ એકડો વધે તેવું શક્યતા છે. રાજકોટ સિવિલ હોસ્પીટલમાં અલગથી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના બની છે. જેમાં 400 જેટલા લોકોના પાણીમાં ખાબક્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે.
સહાયઃ ઇમર્જન્સી વિભાગ બહાર ઉભા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ વોર્ડમાં નહીં ઇમર્જન્સી વિભાગમાં સારવાર અપાશે. 100 બેડનો વોર્ડ તૈયાર થાય છે. ત્યારે હોસ્પિટલ બાદ 14 સ્ટ્રેચર તૈયાર કરાયા છે. આ ઘટના બાદ કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને 2-2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેર કરી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 150 લોકો બ્રિજ પર હતા તેમાંથી 75 લોકોને હોસ્પિટલમાં પહોંચાડાયા છે અને હજી 75 લોકો લાપતાં છે અને હાલ આ બાબતે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.