વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે 01-05-2019 ના રોજ શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ કાયદો નોટીફાય કર્યો છે. જે અમલમાં આવી ગયો છે, ત્યારે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં દુકાનો અને સંસ્થાઓ ધરાવતા વેપારીઓને જણાવ્યું છે કે ગુજરાતના મોટા શહેરો ,રાષ્ટ્રીય ધોરી માર્ગ, રેલ્વે પ્લેટફોર્મ, એસટી બસ સ્ટેશન તેમજ દવાખાના અને વ્યવસાયિક એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે નગરપાલિકા વિસ્તારો કે સ્ટેટ હાઈવે પરના સંસ્થાઓ અને દુકાનો સવારે 6 કલાકથી રાત્રીના 2 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે.
આ એક્ટ મુજબ દુકાનોમાં 10થી ઓછા કર્મચારી હોય તો તે શોપનું લાયસન્સ એક્ટનું લાયસન્સ લેવાની જરૂરિયાત રહેતી નથી.આ કાયદાની કલમ 7 મુજબ ફક્ત લોકલ ઓથોરીટીને ઓનલાઈન જાણ કરવાની રહે છે 10 કે તેથી વધુ કર્મચારીઓ હોય તેને ફક્ત એક વખત રજીસ્ટર્ડ કરવાનું રહેશે છે અને દર વર્ષે રીન્યુ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
જે પ્રોસેસ https://enagar.gujarat.gov.in/ વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી પ્રોસેસ કરવાની રહેશે જેથી વેપારીઓએ 24 કલાક દુકાન ખુલ્લી રાખવા અથવા સવારે 6 થી રાત્રીના 2 સુધી ખુલ્લી રાખવા માટેની અરજીની સંપૂર્ણ વિગતો સાથે તા. 27 ના રોજ સાંજે 6 કલાકે વાંકાનેર નગરપાલિકા કચેરી ટાઉન હોલ ખાતે ફરજીયાતપણે નોંધણી કરાવવાની રહેશે એ જણાવામાં આવ્યું છે.