- 27.46 કરોડના ખર્ચે તૈયાર થયું નવું બિલ્ડીંગ
- ઇ-લોકાર્પણમાં 4 સાંસદ, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
- 60થી વધારે ફોર વ્હીલ તથા 100થી વધારે દ્વિચક્રી વાહનો સમાવવાની ક્ષમતા ધરાવે છે
મોરબીઃ જિલ્લા પંચાયતની નવી બિલ્ડીંગનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ પુનમબેન માડમ અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ ખેડામાં 3.35 કરોડના ખર્ચે નવનિર્મીત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ઇ-લોકાર્પણ
જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ ઇ-લોકાર્પણમાં જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા SP એસ.આર.ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ડીડીઓ પરાગ ભગદેવ, ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડિંગ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ડિઝાઇનની બનેલી છે
નવનિર્મિત જિલ્લા પંચાયત બિલ્ડિંગ રૂપિયા 27.46 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર (ભૂકંપ અવરોધક) ડીઝાઇન સાથેનું ગ્રાઉન્ડ ફ્લોર અને 2 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ઝાખર ખાતે 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ
નવનિર્મિત જિલ્લા પંચાયત આશરે 6500 ચો.ફુટનો વિશાળ પાર્કિંગ એરીયા ધરાવે છે
નવનિર્મિત જિલ્લા પંચાયતમાં ભોયતળીયુ, પ્રથમ માળ તેમજ બીજો માળ એમ કુલ મળી આશરે 11,540.00 ચો.મી. (1,24,200.00 ચો.ફુટ)નું બાંધકામ કરવામાં આવ્યું છે. નવનિર્મિત જિલ્લા પંચાયત આશરે 6500 ચો.ફુટનો વિશાળ પાર્કિંગ એરીયા સાથે આશરે 60થી વધારે ફોર વ્હીલ તથા 100થી વધારે દ્વિચક્રી વાહનો સમાવવાની ક્ષમતા ધરાવે છે.