ETV Bharat / state

વાંકાનેરના ઢુવા નજીકથી બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડર ઝડપાયા

વાંકાનેર: મોરબી જીલ્લામાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા પણ બોગસ તબીબોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, SOG ટીમે ઢુવા ચોકડી નજીક માટેલ રોડ પર ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ તબીબ અને કમ્પાઉન્ડરને ઝડપી લઈને દવાનો જથ્થો જપ્ત કરાયો છે.

ડોક્ટર અને કમ્પાઉન્ડર
author img

By

Published : Aug 1, 2019, 12:18 PM IST

મોરબી જીલ્લામાં પેટ્રોલિગમાં દરમિયાન બાતમીને આધારે તબીબ અધિકારી સાથે મળી જીલ્લા પોલીસે વાંકાનેરના ઢુવા નજીક શક્તિ ચેમ્બરના માનવ ક્લિનિક નામના દવાખાનામાં તપાસ કરતા દિલીપ પરસાણીયા નામના વ્યકિતની ધરપકડ કરી હતી. દિલીપ ડીગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓને દવા આપતો હતો આ કામમાં તેની સાથે કિર્તીભાઈ ડોડીયા કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ બંન્ને કોઇ પણ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા હતા અને દર્દીઓને દવા આપતા હતા.

દવાનો જથ્થો
દવાનો જથ્થો

વધુ માહિતી મુજબ, SOG ટીમે દવાખાનામાં દવાનો જથ્થો તેમજ સાધનો સહીત કુલ 1,20,237ની કિમતનો મુદ્દામાલ જપ્ત કરી બંન્ને આરોપીઓની ધરપકડ કરી મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .

Intro:gj_mrb_01_bogas_doctor_caught_photo_av_gj10004
gj_mrb_01_bogas_doctor_caught_script_av_gj10004
Body:
gj_mrb_01_bogas_doctor_caught_av_gj10004
વાંકાનેરના ઢુવા નજીકથી બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડર ઝડપાયા
         મોરબી જીલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. પોલીસ દ્વારા બોગસ તબીબોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે.એસઓજી ટીમે ઢુવા ચોકડી નજીક માટેલ રોડ પર ડીગ્રી વિના દવાખાનું ચલાવતા બોગસ તબીબ અને કમ્પાઉન્ડરને ઝડપી લઈને દવાનો જથ્થો જપ્ત કરાયો છે.
         મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એસઓજી પી.આઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે તબીબ અધિકારી ડો. ટી એન શેરશીયા પી.એચ.સી પીપળીયા રાજને સાથે રાખીને વાંકાનેરના ઢુવા નજીક માટેલ રોડ પરના શક્તિ ચેમ્બરમાં માનવ કલીનીક નામના દવાખાનામાં તપાસ કરતા આરોપી દિલીપ ચંદુભાઈ પરસાણીયા રહે ઉમા ટાઉનશીપ મોરબી વાળો સર્ટીફીકેટ કે ડીગ્રી વગર દવાખાનું ચલાવી દર્દીઓને દવા આપતો હોય તેમજ અન્ય આરોપી કિર્તીભાઈ ડુંગરભાઈ ડોડીયા રહે મૂળ કાંકરેજ બનાસકાંઠા વાળો કમ્પાઉન્ડર તરીકે દવાખાનું ચલાવી મેડીકલ પ્રેક્ટીસ કરી સારવાર માટે આવતા દર્દીઓને દવા આપતા હોય બંને આરોપીને દબોચી લેવાયા છે.
         અને એસઓજી ટીમે દવાખાનામાં દવાનો જથ્થો તેમજ સાધનો સહીત કુલ ૧,૨૦,૨૩૭ ની કિમતનો મુદામાલ જપ્ત કરી મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.