ETV Bharat / state

મોરબીમાંથી પણ ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર : DGP - Drugs News

રાજ્યમાં ફરી એક વખત ડ્રગ્સને (drugs seized in morbi) લઈને મોટા સામે આવી રહ્યો છે. મોરબીના ઝીંઝુડા ગામેથી ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આશરે 600 કરોડની કિંમતનું 120 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે જ 3 વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા પ્રેસ કોંફરન્સ યોજવામાં આવશે.

દ્વારકા બાદ મોરબીમાંથી પણ પકડાયું કરોડોનું ડ્રગ્સ

author img

By

Published : Nov 15, 2021, 8:22 AM IST

Updated : Nov 15, 2021, 12:36 PM IST

  • મોરબીમાં ડ્રગ્સ ઝડપીને ગુજરાત ATS અને પોલીસને મળી મોટી સફળતા
  • મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં દરોડા પાડતા ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
  • ડ્રગ્સ કારોબારમાં 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી

મોરબી : રાજ્યમાં ફરી એક વખત ડ્રગ્સને (drugs seized in morbi) લઈને મોટા સામે આવી રહ્યો છે. મોરબીના ઝીંઝુડા ગામેથી ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે આશરે 600 કરોડની કિંમતનું 120 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે જ 3 વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે, ત્યારે આ મામલે રાજ્યના DGP આશિષ ભાટિયા દ્વારા પ્રેસ કોંફરન્સ યોજવામાં આવશે.

ડ્રગ્સ કેસમાં ખાલિદ નામના વ્યક્તિનો સીધો સંબંધ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સામે આવી રહ્યો છે. ભારત મોકલવામાં આવનાર દવાઓના કન્સાઈનમેન્ટની સ્ક્રિપ્ટ દુબઈમાં જણાવવામાં આવી છે. પાકિસ્તાની માફિયા ખાલિદ દુબઈમાં સોમાલી કેન્ટીનમાં બે ભારતીય દાણચોરો જબ્બાર અને ગુલામને મળ્યો હતો. આ માહિતી રાજ્યના DGP આશિષ ભાટિયાએ આપી હતી.

દ્વારકા બાદ મોરબીમાંથી પણ પકડાયું કરોડોનું ડ્રગ્સ
દ્વારકા બાદ મોરબીમાંથી પણ પકડાયું કરોડોનું ડ્રગ્સ

નોંધનીય છે કે આ પહેલા પણ પાકિસ્તાની ડ્રગ માફિયા ખાલિદે ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટને ભારતમાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં ગુજરાતમાં પોલીસે દેવભૂમિ દ્વારકા અને સુરતમાં હેરોઈનની લેબોરેટરી સહિત અનેક જગ્યાએથી ડ્રગ્સ જપ્ત કર્યા હતા. આ દરમિયાન ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ATS અને મોરબી પોલીસ દ્વારા ઝીંઝુડા ગામમાં મોડીરાત્રે દરોડો પાડીને 3 શખ્સો સાથે અંદાજે 600 કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાની અંદર કચ્છ, પોરબંદર, દ્વારકા અને હવે મોરબીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવતા ડ્રગ્સ માફિયાઓમાં ડરનો માહોલ વ્યાપી ગયો છે.

મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા આ ઝીંઝુડા ગામમાં આ શખ્સો દ્વારા ડ્રગ્સનો કાળો કાળોબાર કરવામાં આવી રહ્યા હોવાની બાતમી મળતા ખરાઈ કર્યા બાદ ATSના DySP કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. આ બાદ, ઝીંઝુડા ગામના અનેક ઘરોની તલાશી લેવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું.

  • Another achievement of Gujarat Police.

    Gujarat Police is leading from the front to eliminate the drugs.

    Gujarat ATS has snabbed around 120 kilo drugs.@dgpgujarat will address the press conference on the subject at 11 AM today. @GujaratPolice @himanshu_rewa

    — Harsh Sanghavi (@sanghaviharsh) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહિતી આપતા ગુજરાત ATSને અભિનંદન આપ્યા હતા. આ સાથે જ સવારે 11 વાગ્યે પોલીસ વિભાગ દ્વારા આ ડ્રગ્સ કેસ મામલે પ્રેસ કોંફરન્સ યોજવામાં આવશે.

રાજ્યમાં અઠવાડિયામાં બીજી વખત કરોડોનું ડ્ર્ગ્સ ઝડપાયું

જિલ્લામાં ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ખંભાળિયા આરાધના ધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત 350 કરોડથી વધુની જણાવાઈ રહી છે. આ ડ્રગ્સ સમુદ્ર રસ્તે આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેમાં દ્વારકા SOG અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી હતી. આ અગાઉ મુદ્રા પોર્ટ પર પણ ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.

  • ગુજરાતમાં તાજેતરમાં પકડાયેલા ડ્રગ્સના જથ્થાની વાત કરીએ તો...

કચ્છમાંથી મળ્યું અંદાજિત 3,600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

કચ્છના મુન્દ્રા પોર્ટમાં પણ ટેલ્કમ પાવડરની આડમાં 1,200 કિલો હેરોઈનનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. જેની બજાર કિંમત 3,600 કરોડ રૂપિયાની અંદાજવામાં આવી હતી. DRIની ટીમે મુન્દ્રામાં આ હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો, જે અત્યાર સુધીનો મળી આવેલો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો હતો. મુન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાવડરની આડમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો લઈ જવાતો હોવાનું બહાર આવ્યું હતું. મુન્દ્રા બંદરે અફઘાનિસ્તાનથી વાયા ઈરાન થઈને પકડાયેલો હેરોઈનનો જથ્થો 1200 કિલો જેટલો હતો, જેની બજાર કિંમત અંદાજીત 3,600 કરોડ રૂપિયાની હતી. હજુ પણ તપાસ ચાલુ છે અને તેની કિંમત અંતિમ કુલ જથ્થા સાથે તેમજ ગુણવતા પ્રમાણે નક્કી કરવામાં આવશે.

પોરબંદરના દરિયા કાંઠેથી રૂપિયા 250 કરોડનું હેરોઈન

ગુજરાત ATS અને indian coast guard દ્વારા તા. 19 સપ્ટેમ્બરે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જળ સીમામાંથી અંદાજીત રૂપિયા 250 કરોડના હેરોઇન સાથે સાત ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય જળ સીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું હતું. ગુજરાત ATS ને ચોક્કસ બાતમી મળી હતી કે, મોટી માત્રામાં ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે. જે માહિતીના આધારે ગુજરાત ATS ની એક ટીમ સક્રિય થઇ હતી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ યુનિટને સાથે રાખી સંયુક્ત ઓપરેશન બનાવવામાં આવ્યું હતું. જેના આધારે ભારતીય જળ સીમામાંથી 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું હતું અને હેરોઇન સાથે સાત ઈરાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય જળ સીમામાં હેરોઇનની હેરાફેરી મામલે ગુજરાતી ATS એ હેરોઇનની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો.

અમદાવાદમાંથી NCBએ 20 કરોડનું કોકેઈન ડ્રગ્સ (drugs) પકડ્યું હતું

12 ઓગસ્ટે અમદાવાદમાં બે અલગ- અલગ સ્થળથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ હતી. ગુજરાત NCBને 20 કરોડનું કોકેઈન ડ્રગ્સ (drugs)પકડવામાં મોટી સફળતા મળી હતી. આ પકડાયેલા મુદ્દામાલની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ હતી, ત્યારે NCB દ્વારા પિલ્લાઇની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પિલ્લાઈ અગાઉ પણ કેટલીક વાર ડ્રગ્સ(drugs) માટે અમદાવાદ આવી ચૂક્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. પિલ્લાઈની સાથે અન્ય એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી.

વલસાડમાંથી પણ 4.5 કિલો MD ડ્રગ્સ ઝડપાયું

વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં આવેલા ડુંગરી ફળિયામાંથી 4 ઓગસ્ટે ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે રેડ કરી હતી. રેઇડમાં 4.5 કિલો MD ડ્રગ્સ, 85 લાખ રોકડ સાથે 2 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન પાકિસ્તાની 8 ખલાસીઓ ઝડપાયા

17 એપ્રિલે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાની શખ્સોને રિમાન્ડની માંગણી સાથે ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે ગુનાની ગંભીરતા સમજી આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની કસ્ટડી ATS ગુજરાતને સોંપાઈ હતી. તેમના દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ શરૂ કરવામાં આવી હતી. પકડાયેલા હેરોઇનની કિંમત 150 કરોડ આંકવામાં આવી હતી. હેરોઈનના પેકેટ પાકિસ્તાની બોટમાં યુક્તિપૂર્વક છુપાવાયા હતા. બોટમાં સવાર ઝડપાયેલા પાકિસ્તાની 8 ખલાસીઓને જખૌ કોસ્ટગાર્ડ ખાતે લવાયા હતા. જેઓને રિમાન્ડની માંગણી સાથે ભુજની NDPS કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અમદાવાદમાં 1 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થો ઝડપાયો

20 જાન્યુઆરીએ ATSની ટીમે મુંબઇથી આવતા શખ્સની 1 કરોડની કિંમતના એક કિલો ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. કાર્યવાહી માટે ATSની ટીમે વોચ રાખીને આરોપીને શાહીબાગથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા એક કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત પાંચ કરોડ હોવાનું અનુમાન છે. જેમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાત ATS વધુ તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે મેથામ્ફેટામાઇન નામનું ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ હોવાનું અનુમાન લગાવવામાં આવે છે.

Last Updated : Nov 15, 2021, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.