ETV Bharat / state

મોરબીમાં કોરોના સ્પેશિયલ હોસ્પિટલ શરૂ કરવા સિરામિક એસોસિએશનની માગ - સિરામિક એસોસિએશને કલેકટરને પત્ર લખી કોરોના હોસ્પિટલ અંગે કરી માંગ

મોરબીમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણને કારણે સિરામિક એસોસિએશન દ્વારા જિલ્લામાં કોરોના સ્પેશિયલ હોસ્પિટલ શરૂ કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે કલેકટરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી.

etv bharat
મોરબી: કોરોના સ્પેશ્યિલ હોસ્પિટલ શરૂ કરવા સિરામિક એસોસિએશનની માંગ
author img

By

Published : Jul 23, 2020, 7:49 PM IST

મોરબી: જીલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટરને પત્ર લખીને કોરોના સ્પેશિયલ હોસ્પિટલ શરૂ કરવાની માગ કરી છે. તેમજ સાથે સાથે ગુજરાત ગેસ કંપનીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ દ્વારા જીલ્લા કલેકટરને પત્ર લખીને જણાવ્યું હતુ કે કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને મોરબીમાં એકપણ ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ થવા માટેની સુવિધા નથી જેથી દર્દીઓને રાજકોટ દાખલ થવું પડે છે અને ત્યાં પણ જગ્યા મળવી મુશ્કેલી પડે છે જેથી ઓદ્યોગિક નગરી મોરબીમાં સલામતી માટે એક ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. જેથી તાત્કાલિક એક હોસ્પિટલ જાહેર કરી ઓછામાં ઓછા 25 બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તે ઉપરાંત મોરબી સિરામિક એસો દ્વારા ગુજરાત ગેસ લીમીટેડ ગાંધીનગરને પણ રજૂઆત કરવામાં આવી છે કે મોરબીમાં ગુજરાત ગેસ કરોડોનો વેપાર કરે છે અને કંપની મોરબીમાંથી સારો એવો નફો પણ કરે છે ત્યારે હવે મોરબીની જનતા માટે ગુજરાત ગેસને દાન દેવા માટેનો સમય આવ્યો છે તો ગુજરાત ગેસ દ્વારા સીએસઆર ફંડને કોરોનાની સ્થિતિમાં મોરબીમાં વપરાય તે માટે ગુજરાત ગેસ દ્વારા મોરબીમાં 8 થી 10 વેન્ટિલેટર ઉપલબ્ધ કરવા અરજ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.