- ક્રૂડ ઓઈલ ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો
- એસઓજી ટીમે ગાંધીનગરના કલોલથી ઝડપી પાડ્યો
- પાઇપલાઇનમાં ભંગાણ કરી કરતો હતો ઓઈલની ચોરી
મોરબીઃ જિલ્લામાં વાંકાનેરના રૂપાવટી ગામની સીમમાંથી ક્રૂડ ઓઈલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે ગાંધીનગરના કલોલથી ઝડપી પાડ્યો હતો.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રૂપાવટી ગામની સીમમાં સરકારી ખરાબામાં આઈઓસીઆઈની પાઇપલાઇનમાં ભંગાણ કરી ઓઈલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરાઈ હતી. જે તપાસ દરમિયાન એસઓજીની ટીમે બાતમીના આધારે ગાંધીનગરના કલોલ ખાતેથી આરોપી અક્ષય ચાવડાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.