- મોરબીમાં જુલાઈ માસના અંતથી કોરોના કેસમાં રાહત જોવા મળી
- ત્રણ મહિના સુધી કોરોના નવા એક પણ કેસ નોંધાયો નથી
- ત્રણ મહિનાના વિરામ બાદ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો
મોરબીઃ જિલ્લામાં જુલાઈ માસના અંતથી કોરોના કેસમાં(Corona's case) રાહત જોવા મળી હતી અને સતત સવા ત્રણ મહિના સુધી કોરોના નવા એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે 101 દિવસના વિરામ બાદ કોરોનાનો પોઝીટીવ (Corona positive)કેસ નોંધાયો છે. જેમાં રસીના બંને ડોઝ લીધેલ 42 વર્ષના આધેડ કોરોના સંક્રમિત થયા છે.
રવાપર ગ્રામ્ય વિસતારના ૪૨ વર્ષના આધેડનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો
જિલ્લામાં ગત તા. 30-07 ના રોજ છેલ્લો કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો અને 101 દિવસ બાદ કોરોનાએ ફરી દેખા દેતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. મોરબી આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. દિવાળીના તહેવારોમાં દક્ષિણ ગુજરાતમાં ફરવા ગયા હતા અને તેઓ પરત આવ્યા બાદ શંકાસ્પદ લક્ષણો દેખાતા સેમ્પલ લઈને ટેસ્ટીંગ કરાયું હતું જેમાં રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોના સંક્રમિત થયેલ દર્દીએ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધેલ છે જેને હાલ કોઈ ગંભીર લક્ષણ કે અસર ના હોય છતાં રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે તકેદારીના તમામ પગલા લેવાનું શરુ કરી દીધું છે.
વેક્સીનના બંને ડોઝ લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી
કોરોના વેક્સીનેશન અભિયાન મોરબી જીલ્લામાં ચાલી રહ્યું છે ત્યારે રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા નાગરિકો તુરંત બીજો ડોઝ લે તેવી અપીલ આરોગ્ય વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે જેથી કોરોનાની ગંભીર અસરથી બચી સકાય જેથી નાગરિકો વેક્સીનનો બાકી રહેલ બીજો ડોઝ લેવા જાગૃતતા દાખવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસમાં 3 વ્યક્તિની ઝારખંડથી અટકાયત
આ પણ વાંચોઃ આખરે ન્યાય મળ્યો ખરો: ગ્રાહક કોર્ટે 11 વર્ષ બાદ ગ્રાહકની તરફેણમાં આપ્યો ચુકાદો, જાણો શું હતી ઘટનાં